Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પચેલી રહે છે, જે મનેજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં લીન રહે છે, જે મદમસ્ત હાથીની માફક નિરંકુશ હે.ય છે અને ઈષ્ટ તથા અનિષ્ટ વિષયમાં પ્રવૃત્તિ-નિવૃત્તિના વિચારથી રહિત હોય છે, તેમાં કોઈ પણ સ્થળે સુખ–શાન્તિ પ્રાપ્ત કરતા નથી. મેહથી અભિભૂત હોવાના કારણે કર્તાવ્ય-અકર્તવ્યના વિવેકથી રહિત થઈ જાય છે અને દરેક કાર્યને સારું જ સમજીને તે કરવા તત્પર રહે છે જાણે તેઓને ભૂત ન વળગ્યું હોય ! પરસ્ત્રીગમનના કારણે આ લેકમાં બીજાઓની સાથે તેમનું વેર બંધાઈ જાય છે. તેઓ લિંગદન, વધ, બન્ધન અને સર્વસ્વાપહરણ આદિ મુશ્કેલીઓને વહોરે છે. પરલોકમાં તેમને નરક આદિ ગતિ પ્રાપ્ત થાય છે. આ કારણથી મૈથુનથી વિરત થઈ જવું શ્રેયસ્કર છે, એવી ભાવના કરતે થકે પુરૂષ તેનાથી નિવૃત્ત થઈ જાય છે.
આ પ્રમાણે પરિગ્રહવાન્ પુરૂષ ઉપર ચોર વગેરે આક્રમણ કરે છે જેવી રીતે માંસને ટુકડો ચાંચમાં દબાવનાર પક્ષી પર બાજ આદિ બીજા કાચા માંસનું ભક્ષણ કરનાર પક્ષી હુમલે કરે છે તેવી જ રીતે પરિગ્રહવાન પુરૂષને ચાર વગેરે પજવે છે. પરિગ્રહીને ધન આદિના ઉપાર્જનમાં કઈ સહેવા પડે છે, ઉપાર્જિત કર્યા બાદ તેનું રક્ષણ કરવાની ચિતા સવાર થાય છે અને રક્ષણ કરવા છતાં પણ જ્યારે તે નાશ પામે છે ત્યારે શોક-સન્તાપને અનુભવ કરવો પડે છે. જેમ સુકા ઇંધણથી અગ્નિની તૃપ્તિ થતી નથી તેમ તૃષ્ણાવ – પુરૂષ ધનથી કદી પણ ધરાતે નથી. તે લોભથી ઘેરાયેલે રહેવાના કારણે કર્તવ્ય-અકર્તવ્યના વિવેકથી રહિત થઈ જાય છે અને પરિ. ણામ સ્વરૂપ મહાન અનિષ્ટ પ્રાપ્ત કરે છે. પરલોકમાં તેને નરક આદિની તીવ્ર યાતનાઓ, સહન કરવી પડે છે. લેકે તેને લેભી-કંજુસ-મખીચૂસ વગેરે ઉપનામ લગાડીને તેને હડધૂત, કરે છે. આથી “પરિગ્રહથી વિરત થઈ જવું જ શ્રેયસ્કર છે. એવી ભાવના ભાવનાર પરિગ્રહથી વિરત થઈ જાય છે. જે ચિત્ત લેમરૂપી તૃષ્ણ પિશાચીનીને વશીભૂત થઈ જાય છે તે કઈ જ અનર્થોને જોઈ શકતું નથી. તેમની પકડમાં આવેલ મનુષ્ય ધન માટે સગા બાપની પણ હત્યા કરી બેસે છે, માતાને જીવ પણ લઈ લે છે, પુત્રને ઘાત કરવા માટે પણ તત્પર થઈ જાય છે, દ્રવ્ય કાજે ભાઈનું ખૂન કરી નાખવા ઇચછે , વધારે શું કહી શકાય, પોતાની પ્રાણવલભાની પણ હત્યા કરી નાખે છે. આ જાતના અન્યાન્ય ઘણા બધા અનર્થ કરે છે. આ રીતે લેભથી અભિભૂત પ્રાણી કાર્ય–અકાર્યને કંઇ પણ વિવેક કરતો નથી. જે પરિગ્રહના ઘણા બધાં દુષ્પરિણામોને વિચાર કરે છે તે તેનાથી નિવૃત્ત થઈ જાય છે.
સાધકે હિંસા આદિમાં દુઃખની જ ભાવના કરવી જોઈએ. જેવી રીતે હિંસા આદિ પાંચે મને દુ:ખજનક હોવાના કારણે અપ્રિય છે. તેવી જ રીતે વધ, બન્ધન, છેદન આદિના કારણે હિંસા વગેરે બધાંને અપ્રિય છે. આ જાતના આત્માનુભવથી હિંસા આદિમાં બધાના દુખની ભાવના કરતે થકે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૫૪