Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાધુ દ્વારા કૃતનમરકાર થઈને પડખું બદલતે થકી સમાધિપૂર્વક કાળધમને પ્રાપ્ત થાય છે. આ ભકત પત્યાખ્યાન અનશન છે.
(૨) ઉનેદરતાને અવમૌર્ય કહે છે. અવમૌદર્ય તપના ચાર ભેદ છે(૧) જઘન્ય અવમૌદર્ય (૨) પ્રમાણપ્રાપ્ત અવમૌદર્ય (૩) અવમૌદર્ય અને (૪) ઉત્કૃષ્ટાવમૌદર્ય એક સીથથી લઈને એક કેળિયા સુધી આહાર એ છે કર જઘન્ય-અવમૌદર્ય છે. પૂર્ણ આહા૨ બત્રીસ કેળીયા માનવામાં આવે છે તેમાંથી ચોવીસ કેળિયા જ ખાવું પ્રમાણપ્રાપ્ત-અવમૌદર્ય છે. સેળ કેળિયા ખાવા અર્ધવનદર્ય છે અને આઠ કેળિયાથી લઈને એક સાથ સુધી ખાવું ઉત્કૃષ્ટ વૌદર્ય છે. તાત્પર્ય એ છે કે પરિપૂર્ણ આહારમાંથી જેટ–જેટલે આહાર ઓછો કરવામાં આવે છે, તેટલું તેટલું ઉત્કૃષ્ટાવમૌદર્ય તપ થાય છે. (૩) ભિક્ષાચર્યાને વૃત્તિપરિસંક્ષેપ પણ કહે છે. આ અનેક પ્રકારની છે– ઉક્ષિપ્તચર્યા, નિશ્ચિમચર્યા આદિ ઉક્ષિત અથવા નિક્ષિપ્ત સત્ત કુભાષ
દિન વગેરેમાંથી કોઈને અભિગ્રહ લઈને ભિક્ષા માટે અટન કરવું અને બીજી વસ્તુઓને ત્યાગ કર ભિક્ષાચર્યા કહેવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવથી વિભક્ત વસ્તુઓને અભિગ્રહ કરીને ભિક્ષાટન કરવું જોઈએ. અભિગ્રહ દત્તિ તથા મિક્ષ ને કરવામાં આવે છે, જેમ કે–આજે એક જ વરતુ ગ્રહણ કરીશ અથવા બે અગર ત્રણનું જ ગ્રહણ કરીશ. આ રીતે ભિક્ષાની પણ ગણના-મર્યાદા બાંધી લેવી જોઈએ. સતુ, કુલમ જ અનાજ અથવા એદનને ગ્રહ કરવાના વિષયમાં અથવા છાશ આચામ્સ પર્ણક અથવા મંડકના વિષયમાં અભિગ્રહ કરે દ્રવ્યથી ભિક્ષાચર્યા છે. એક પગ ઉંબરા બહાર અને બીજો અંદર હોય તે જ ભિક્ષા લઈ આ જાતનો અભિગ્રહ ક્ષેત્ર સંબંધી ભિક્ષાચર્યા છે, જ્યારે બધાં જ ભિક્ષુકે ચાલ્યા જશે ત્યારે શિક્ષા ગ્રહણ કરીશ વગેરે કાળ સંબંધી અભિગ્રહ કરવો, કાળથી ભિક્ષાચર્યા છે જે દાતા હસતા હસતા અથવા રડતા રડતા આહાર આપશે તે જ ગ્રહણ કરીશ વગેરે અભિગ્રહ કરે, ભાવથી ભિક્ષ ચર્યા છેઆવી રીતે આ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેમાંથી કોઈને અભિગ્રહ કરીને શેષને ત્યાગ કરવો એ વૃત્તિપરિ સંખ્યાન રૂપ ભિક્ષાચર્યા તપ છે.
(૪) રસપરિત્યાગ તપ પણ અનેક પ્રકારના છે. દૂધ, દહીં આદિ રસવિકૃતિ અને ત્યાગ કરે અને વિર–નીરસ રૂક્ષ આદિને અભિગ્રહ ક૯પ આ તપના જ અન્તર્ગત છે. જે રસી શકાય અર્થાત આસ્વાદન કરી શકાય તેમને રસ કહે છે, જેવી રીતે દૂધ, દહીં, ઘી આદિ સોને ત્યાગ રસપરિત્યાગ કહેવાય છે.
(૫) એકાન્ત, શારીરિક વ્યાઘાતથી વર્જિત, સૂમ અને રસ્થૂળ પ્રાણિ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૬૯