Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રવણ કરવું, આંખે નું નાચી ઉઠવું, સમસ્ત શરીરમાં રોમાંચ જાગૃત થવે ઈત્યાદિ ચિહ્નેથી આ માનસિક હર્ષ પ્રગટ થાય છે. આ પ્રમોદથી આત્માને ભાવિત કરવું જોઈએ.
જે કલેશ-કચ્છને અનુભવ કરી રહ્યા હોય એવા દીન, દુઃખી અનાથ અને વૃદ્ધ આદિ પર કરૂણ ભાવથી આત્માને ભાવિત કરે. કારૂણ્યને અર્થ છે અનકમ્પા, દીનપ્રાણ પર અનુગ્રહ, કૃપાદૃષ્ટિ જેઓ શારીરિક અથવા માનસિક વ્યથાઓથી પીડિત છે તેઓ દીન કહેવાય છે. આમાંથી જે પ્રાણી મિથ્યાદર્શન તથા અનન્તાનુબંધી આદિ મહામેથી ગ્રસ્ત છે, કુમતિ, કુશ્રત અને વિલંગ જ્ઞાનથી વ્યાપ્ત છે, જેઓ ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહાર કરી શકતા નથી અને અનેક દુઃખોથી પીડિત છે, જેઓ દીન, કૃપણ, બાલ તેમજ વૃદ્ધ છે, તેમના તરફ હરહમેશ કરૂણાની ભાવના ભાવવી જોઈએ અને કરૂણાની ભાવના કરતા થકા તેઓને મોક્ષને ઉપદેશ આપવો જોઈએ, દેશ-કાળ પ્રમાણે વસ્ત્ર, અનાજ, પાણી, આવાસ તથા ઔષધ આદિ દ્વારા. તેમના પર અનુગ્રહ કરે જોઈએ.
જેઓ અવિનયી-શઠ છે તેમના તરફ માધ્યસ્થભાવ ધારણ કરે જોઈએ. જેઓ શિક્ષણ ગ્રહણ કરવા લાયક છે તેઓ વિનેય કહેવાય છે અને જેઓ શિક્ષણને ચોગ્ય ન હોય તેમને અવિનેય કહેવામાં આવે છે અર્થાત્ જે ચેતન હોવા છતાં પણ લાકડા, દીવાલ અને પથરાની માફક, ગ્રહણ, ધારણું, હા, અપહથી શૂન્ય છે, મિથ્યાદર્શ થી ગ્રસ્ત છે અને દુષ્ટજને દ્વારા ભરાયેલા છે તેમને અવિનેય સમજવા જોઈએ. આવા માણસો તરફ ઉદાસીનભાવ ધારણ કરે. જેવી રીતે ખારાપાટવાળી જમીનમાં નાખેલું બીજ નિષ્ફળ નીવડે છે તેવી જ રીતે આવા લોકોને આપવામાં આવેલે ઉપદેશ નિષ્ફળ જાય છે. તેનું કંઈ જ ફળ આવતું નથી આથી તેમના પર ઉપેક્ષાભાવ ધારણ કરવો એ જ ચગ્ય છે. કહ્યું પણ છે-“બીજાના હિતની ચિન્તા કરવી મૈત્રી છે, બીજાના દુઃખોનું નિવારણ કરવું કરૂણા છે, બીજાના સુખને જોઈ સતેષ માન પ્રમે દ છે, અને પારકા દોષોની ઉપેક્ષા કરવી ઉપેક્ષા ભાવના છે. જેના
સૂત્રકૃતાંગના પ્રથમ શ્રતકંધના પંદરમાં અધયનની ત્રીજી ગાથામાં કહ્યું છે-પ્રાણિઓ પર મૈત્રી ધારણ કરે એ જ પ્રમાણે પાતિકસૂત્રના પ્રથમ સૂત્રના. ૨૦ માં પ્રકરણમાં પણ કહ્યું છે–સુપત્યાનન્દ-પ્રમેદ. આ જ સૂત્રમાં ભગવાનના ઉપદેશ પ્રકરણમાં કહ્યું છે. “angોયાણ' અર્થાત દયાયુક્તતાથી આચારંગ શ્રતસ્કંધના આઠમાં અધ્યયન, સાતમા ઉદ્દેશકની પાંચમી ગાથામાં કહ્યું છે-“મધ્યસ્થી અને નિર્જરાની અપેક્ષા કરનાર શ્રમણ સમાધિનું અપાલન કરે. ૫૮
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૫૯