Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્ષપક શ્રેણી કરવાવાળા મુનિ પણ જયારે દેશમાં ગુણસ્થાનમાં પહેચે છે ત્યારે તેને પણ સૂફ સાપરાય ચારિત્ર થાય છે. વિશેષતા એ છે કે ક્ષક શ્રેગ્નીવાળા દશમાંથી સીધા બારમા ગુણસ્થાનમાં પહોંચીને અપ્રતિ પાતિ થઈ જાય છે. તેનું પતન થતું નથી
ઉપશમ શ્રેણીમાં અનંતાનુ મંધી કષાય, દર્શનત્રિક, અપ્રત્યાખ્યાની કષાય, પ્રત્યાખ્યાનાવરણ કષાય, પુરૂષદ-સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્યાદિ ષટક અને સંજવલન કષાયન ઉપશમ કરે છે જ્યારે ક્ષેપક શ્રેણીવાળા આ પ્રકૃતિએ ને ક્ષય કરે છે.
ઉપશમ શ્રેણીવાળા મુનિ જ્યારે અગીયારમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. ત્યારે અંતમુહૂર્ત સમયને માટે તેને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે ક્ષપક શ્રેણીવાળા બા·ા ગુણસ્થાનને પ્રાપ્ત કરીને અપ્રતિપાતિ યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરે છે.
તીર્થકરે એ યથા” અર્થાત્ જેવું “ખાત” અર્થાત્ કહ્યું છે તેવું જ જે હોય તે “યથાખ્યાત’ કહેવાય છે. તીર્થકરાએ કષાય રહિત સંયમ કહેલ છે. આ યાખ્યાત ચારિત્ર અગિયારમાં અને બારમાં ગુણસ્થાનમાં થાય છે, આ ગુસ્થાનમાં કષાય, ઉપશાન્ત અથવા ક્ષીણ થઈ જાય છે. આથી તેમને ઉદય રહેતું નથી.
આ રીતે પાંચ પ્રકારના ચારિત્ર સમજવા ઘટે જ્ઞાનાવરણીય આદિ ૮ પ્રકારના કર્મોના સમૂહને ખપાવવા તેને ચારિત્ર કહે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનની બત્રીસ-તેત્રીસમી ગાથામાં કહ્યું છે–પહેલું સામયિક ચારિત્ર છે, બીજ છેદેપસ્થાપન ચારિત્ર છે ત્યાર બાદ પરિહારવિશુદ્ધિક અને સુમસાંપરાય છે. પાંચમું ચારિત્ર યથાખ્યાત છે જે છદ્મસ્થને અને જિન ભગવાનને પ્રાપ્ત થાય છે. કર્મોના ચય-સમૂહને રિક્ત-નષ્ટ કરવાથી ચારિત્ર સંજ્ઞા સાર્થક થાય છે. પેલા
તપ કે ભેદ કથન
'तवो दुविहे, बाहिरए अभितरए य' त्यादि સૂત્રાર્થ–તપ બે પ્રકારના છે-બાહ્ય અને આભ્યન્તર. ૬
તત્ત્વાર્થદીપિકા- અગાઉ તપને સંવરનું કારણ કહેવામાં આવ્યું હતું. હવે તે તપની પ્રરૂપણ કરવાને માટે પહેલાં તેના બાહ્ય અને આભ્યનર ભેદનું નિદર્શન કરીએ છીએ
તપ બે પ્રકારના છે-બાહ્ય તપ અને આભ્યતર તપ જે ૮ પ્રકારના કમેને તપાવે- બાળે છે તે તપ કહેવાય છે. સમયથી યુક્ત આત્માના શેષ આશયને શુદ્ધ કરવા માટે બાહ્ય અને આભ્યતર તાપનને તપ કહે છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૬૪