Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેન હત આદિ પાંચ અતિચાર ત્રીજા અણુવ્રતના છે. “આદિ શબથી તરકપ્રિયેગ, વિરૂદ્ધ રાજ્યોતિક્રમ, કૂટતુલાકૂટમાન અને ત—તિરૂપક વ્યવહારનું ગ્રહણ થાય છે. આ રીતે આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા પરિણામ વિશેષ છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે–
(૧) સ્તન અર્થાત્ ચોરો દ્વારા ચેરીને લાવેલા સુવર્ણ–વસ આદિ પદાર્થોને કીમત ચૂકવ્યા વગર જ અથવા ઓછામાં ઓછી કીમતમાં લઈ લેવા તેન હતાદાન અતિચાર છે. આ પ્રમાણે કરવામાં અનેક જોખમો હોય છે. આથી તેમને ત્યાગ કરવામાં જ શ્રેય છે.
(૨) ચોરી કરતા ચોરને પ્રેરણા કરવી તસ્કરોગ છે જેમ કે તું દ્રવ્ય આદિ ચોરી લે, આ રીતે ચોરી કરવા માટે પ્રેરણા આપવી અથવા ચેરીની આજ્ઞા આપવી તરકપ્રિયોગ છે અથવા પરકીય દ્રવ્યના અપહરણના ઉપકરણ કાતરવું વગેરેના પ્રવેગને તસ્કરપ્રવેગ કહે છે. અણુવ્રતીએ આવા ઉપકરણ ન તો બનાવવા જોઈએ અથવા ન વેચવા જોઈએ.
(૩) પરસ્પર વિરોધી બે રાજાઓનું રાજ્યાતિષ્ક્રમ ઉલ્લંઘન કરવું વિરૂદ્ધ ૨. જ્યાતિક્રમ છે. કોઈ એક રાજ્યના નિવાસી લેભ અથવા ઈષ્યના કારણે બીજાના રાજ્યમાં વરતુઓને કય-વિક્રય કરે છે અથવા અન્ય રાજ્યના નિવાસી બીજાના રાજ્યમાં વગર રજાએ ચાલ્યા જાય છે. આ રીતે વિરૂદ્ધ રાજ્યાતિક્રમ સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે પરસ્પર વિરોધી રાજે દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાનો અનાદર કરીને દાન-આદાન વગેરે કરવા તેય (ચેરી) છે આથી આ પ્રમાણે ન કરવું જોઇએ.
(૪) સેર, મણ આદિ તથા લાકડા વગેરેના બનાવેલા મા ૫, માન કહેવાય છે અને ત્રાજવા વગેરે ઉન્માન કહેવાય છે. નાના માન-ઉન્માનથી બીજાને અનાજ અથવા સુવર્ણ વગેરે આપવા અને પિતાના માટે મોટાને ઉપગ કરે, આ કૂટતુલાકૂટમાન કહેવાય છે. છેતરવાના આશયથી બેટ જોખવું અથવા માપવું એગ્ય નથી.
(૫) સોના-ચાંદી વગેરેમાં તેના જ જેવી અન્ય કોઈ ધાતુનું મિશ્રણ કરીને સેના-ચાંદીના રૂપમાં વેચાણ કરવું અથવા કોઈ પણ વસ્તુમાં મિશ્રણ કરીને વેચવું તત્પતિરૂપક વ્યવહાર કહેવાય છે. સુવર્ણ જે વર્ણ વગેરે હોય છે. તે જ પ્રકારના અન્ય દ્રવ્યને પ્રયોગ વિશેષથી વર્ણ, વજન આદિથી યુક્ત દ્રવ્ય તૈયાર કરવા સુવર્ણની પ્રતિરૂપક ક્રિયા છે. એવી જ રીતે ચાંદી બનાવટી તૈયાર કરી લેવી એ પણ તપ્રતિરૂપકકિયા કહેવાય છે. આ પ્રમાણે જ અન્ય વસ્તુઓના વિષયમાં સમજી લેવું જોઇએ–જેમ કે શીંગડા સહિત ગાય આદિના શીંગડાં, અગ્નિપકવ, અધમુખ, સીધા અથવા વાંક, ધાય અજબના કરી શકાય છે કે જેથી તે ગાય વગેરે કંઈ જુદાં જ ભાસે ! શીંગડા વગેરે આ પ્રમાણે કરી દેવાથી સરળતાથી તે ગાય ઓળખી શકાતી
હું
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧ ૨૧