Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રાખવાથી પણ આ અતિચાર લાગે છે. કામોત્તેજક વાજીકરણ આદિને પ્રયોગ કરીને ખરજવું ખજવાળવાની માફક અતિશય કામભોગની શક્તિ સપાદિત કરવી એ પણ આ અતિચારને ભાગ ગણાય છે. આત્મામાં મલીનતા ઉત્પન્ન કરવાના કારણે આ અતિચાર કહેવાય છે.
ધૂળમૈથુન વિરમણ—અણુવ્રતી શ્રાવકે ઈત્વરિકા પરિગૃહીતાગમન અદિ પાંચ અતિચારનો ત્યાગ કરીને સ્વદારસંતોષ નામક આવ્રતનું સમ્યક્ પ્રકારથી પાલન કરવું જોઈએ. ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે-“સ્વદારસંતેષ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પરંતુ તેમનું આચરણ કરવું જોઈએ નહીં. આ પાંચ અતિચારે આ પ્રમાણે છે–ઈ–રિકાપરિગૃહીતાગમન અપરિગૃહીતાગમન, અનંગસ્ક્રીડા પરવિવાહરણ અને કામગતીવાભિલાષ- ૪૪
પાંચ અણુવ્રત કે પાંચ અતિચાર કા નિરૂપણ
વંજમા fણાવસ્થqમાળારૂમારા ઈત્યાદિ
સૂત્રાર્થ–પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતના ક્ષેત્રવાતુ પ્રમાણતિક્રમ આદિ પાંચ અતિચાર છે. ૪પા
તત્ત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં ક્રમ પ્રાપ્ત ચેથા અણુવ્રત સ્થળમૈથુન નિવૃત્તિ રૂપ તથા સ્વદારતાષાત્મક ઈરિકાપરિગ્રહીતાગમન આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમ પ્રાપ્ત સ્થૂળ પરિગૃહવિરમણ રૂપ પાંચમાં અણુવ્રતના ક્ષેત્રવાતુમાણતિક્રમ આદિ પાંચ અતિચારોનું પ્રતિપાદન કરીએ છીએ
પાંચમાં સ્થૂળ પરિગ્રહવિરતિ નામક અણુવ્રતનાં પાંચ અતિચાર છે જેવા કે-(૧) ક્ષેત્રવાતુમાણતિક્રમ (૨) હિરણ્યસુવર્ણ પ્રમાણતિક્રમ (૩) ધન ધાન્ય પ્રમાણુતિક્રમ (૪) દ્વિપદચતુષ્પદપ્રમાણુતિક્રમ અને (૫) કુખ્યપ્રમાણું
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧ ૨૪