Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આમાંથી પૂર્વ આદિ દિશાઓમાં ગમન વગેરે કરવાની જે મર્યાદા બાંધી છે, તે મર્યાદા અર્થાત્ પરિમાણનું ઉલ્લંઘન કરવું દિગતિમ કહેવાય છે. દિગતિક્રમ ત્રણ પ્રકારનું છે. ઉર્વદિગતિક્રમ અદિગતિક્રમ અને તિર્ય. ગદિગતિકમ પર્વત આદિની ઉપર મર્યાદાથી બહાર બઢવાથી ઉર્વદિશાના પ્રમાણુનું ઉલ્લંઘન થાય છે. કૂવા વગેરેમાં નીચે ઉતરવાથી અદિશાના પ્રમાણુનું ઉલ્લંઘન થાય છે. ગુફા આદિમાં પ્રવેશ કરવાથી તિછી દિશાના પ્રમાણનું ઉલંઘન થાય છે. આવી જ રીતે અભિગ્રહ આદિ કરીને દિશાની જે મર્યાદા બાંધી હોય તેને લેભ વગેરે કઈ કારણસર વધારી દેવી ક્ષેત્ર વૃદ્ધિ છે જેમ કે-માન્યખેટ નગરમાં સ્થિત કેઈ શ્રાવકે અભિગ્રહ કરીને પરિમાણુ કરી લીધું કે હું અમુક નગરીનું ઉલ્લંઘન કરીશ નહીં. પાછળથી તેને ખબર પડી કે તે નગરીનું ઉલ્લંઘન કરીને આગળ જવાથી વેપારમાં ઘણે લાભ થશે એવું જાણીને ત્યાં જવાની ઈચ્છા કરવી અને કોઈ અન્ય દિશાની મર્યાદામાં ઘટાડો કરીને તે બાજુના ક્ષેત્રની મર્યાદામાં વધારો કરી તે તરફ જવું ક્ષેત્રવૃદ્ધિ છે. આ અતિક્રમ પ્રમાદથી, મેહથી અથવા અસંગથી થાય છે એવું સમજવું જોઈએ, એવી જ રીતે ગ્રહ કરેલી દિશા મર્યાદાને ભૂલી જવું મૃત્યન્તર્ધાન કહેવાય છે. આ પાંચ દિશાતના અતિચાર છે. આ પાંચ અતિચારોથી બચીને દિયવ્રતધારી શ્રાવકે સમ્યક્ પ્રકારથી દિગવતનું પાલન કરવું જોઈએ. ૧૪૬
તવાર્થનિર્યુકિત–પૂર્વોક્ત પ્રકારથી પ્રાણાતિપાત વિરતિ આદિ પાંચ અણુવ્રતમાંથી પ્રત્યેકના પાંચ-પાંચ અતિચારનું ક્રમથી પ્રતિપાદન કર્યું, હવે દિશાવત આદિ સાત શિક્ષાત્રતાના પાંચ-પાંચ અતિચારોનું અનુક્રમથી પ્રતિપાદન કરવા માટે સર્વપ્રથમ દિશાવત રૂપ શિક્ષાવ્રતના પાંચ અતિચારોની પ્રરૂપણ કરીએ છીએ
બાર વતમાં છઠાં, ગુણવ્રતમાં પહેલા, દિગ્વિતિ સ્વરૂપ દિશાવ્રતના ઉદિપ્રમાણતિક્રમ આદિ પાંચ અતિચાર છે. તે આ પ્રમાણે છે-(૧) ઉર્વ દિક્રમમાણાતિક્રમ (૨) અદિપ્રમાણતિકમ (૩) તિર્યક્રદિફપ્રમાણતિકમ (૪) ક્ષેત્રવૃદ્ધિ અને (૫) ઋત્યન્તર્ધાન આ પાંચે અતિચાર આમામાં મલીનતા ઉત્પન્ન કરે છે અને એક પ્રકારના દુષ્પરિણામ છે.
દિશાઓમાં ગમન કરવા માટે પહેલા જે અભિગ્રહ ધારણ કરેલ હોય અર્થાત જે મર્યાદા નક્કી કરી હોય, તેનું ઉલ્લંઘન કરવું દિશા પ્રમાણતિક્રમ કહેવાય છે. દિશા પ્રમાણતિકમ ત્રણ પ્રકારના છે-ઉદર્વદિશા પ્રમાણતિક્રમ, અધોદિશા પ્રમાણતિકમ અને તિર્યંગ્દિશા પ્રમાણતિક્રમ ઉર્વદિશામાં પર્વત, વૃક્ષ આદિ ઉપર ચઢવા માટે કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું ઉર્વદિપ્રમાણતિક્રમ કહેવાય છે. પૂર્વકૃત અદિશાના પ્રમાણથી આગળ કૂવા,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૨૮