Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગૃહસ્થ જ શ્રાવકવ્રતી હોય છે. મિયાદર્શન શક્ય છે આ કારણે સમ્યગદષ્ટિ જ વતી ગ્રહસ્થ હોય છે. કેઈન મે હનીય કર્મની વિશિષ્ટ અવસ્થાથી સમ્યકૃત્વમાં પાંચ અતિયાર હોય છે તેમની પ્રરૂપણ કરીએ છીએ
સમ્યક્ત્વના શંકા વગેરે પાંચ અતિચાર હોય છે. “આદિ' શબ્દથી કાંક્ષા, વિચિકિત્સા, પરપાષડપ્રશંસા અને પરપાખંડસંસ્તવ નામના અતિચારોને ગ્રહણ કરવા જોઈએ.
અતિચારને અર્થ છે-ઉલંઘન-મર્યાદાભંગ મોહનીય કર્મની વિચિત્રતાથી ઉત્પન્ન થનાર આત્માની પરિણતિ અતિચાર કહેવાય છે. આ રીતે સમ્યક દર્શનના પાંચ અતિચાર -શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાવંડ પ્રશંસા અને પરપાવંડસંસ્તવ, આગમમાં પ્રતિપાદિત, તીર્થકર ભગવાન દ્વારા કથિત જીવાદિ તરોમાં, જીવ-અજીવ આદિ તરાના જ્ઞાતા, ભાવપૂર્વક ભગવાનના શાસનને અંગીકાર કરનારે, અહંન્ત કથિત તત્તવમાં શ્રદ્ધાળુ સમ્યક્ દષ્ટિને પણ એ સંશય ઉત્પન્ન થઈ જાય છે. કે–આમ, અસંખ્યાતપ્રદેશી છે અથવા નિરશ્યલ હેવાથી અપ્રદેશ છે” આ શંકા અતિચાર છે. આવશ્યમાં કહ્યું છે-“સંશય કરે શંકા છે.” પરકીય દર્શનની ઈચ્છા કરવી કાંક્ષા અતિચાર છે. ધર્મ ક્રિયાના ફકમાં સંદેહ રાખવો વિચિકિત્સા અતિચાર છે.
મિથ્યાદર્શન ત્રણ પ્રકારનું છે-અભિગૃહીત, અનભિગૃહીત અને સંશય મિથ્યાદર્શન કર્યું પણ છે
જે જીવ સૂત્રોક્ત એક પદ અથવા અક્ષર પ્રત્યે પણ અરૂચિ કરે છે, તે ભલે બાકીના બધાં ઉપર રૂચિ રાખતું હોય, તે પણ તેને મિથ્યાદષ્ટિ જ ગણુ જોઈએ. ૧૫
એવી જ રીતે-સૂત્રમાં કહેલાં એક અક્ષર પૂર પણ અરૂચિ રાખવાથી મનુષ્ય મિથ્યાષ્ટિ થઈ જાય છે. સૂત્ર તેમજ જિનાજ્ઞા પ્રમાણ નથી એવું તે સમજે છે. ૧
એક પણ પદાર્થમાં સંદેહ હેય તે અહંત ભગવાન તરફ વિશ્વાસને વિનાશ થઈ જાય છે, આથી શંકાશીલ પુરૂષ મિથ્યાબિટ છે. તે ભવગતિએને મૂળ હેતુ છે. રા
આથી મુમુક્ષુ પુરૂષે શંકારહિત થઈને જિનવચન સર્વથા સત્ય જ છે એવું સમજવું જોઈએ કારણ કે તે સર્વજ્ઞ અને વીતરાગ દ્વારા કહેવાયું છે, કહ્યું પણ છે- તે જ સત્ય અને અસંદિગ્ધ છે જે જિનેન્દ્રોએ કહ્યું છે. છવાસ્થ જીવનું જ્ઞાન નબળું હોય છે, તેની ઇન્દ્રિય સતેજ હોતી નથી આ દેને લીધે તે બધાં પદાર્થોના સ્વરૂપ ને નિશ્ચય કરી શકતું નથી.
આ લેક તેમજ પરલેક સંબંધી શબ્દ આદિ વિષયેની ઈચ્છા કરવી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૧૧