Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્તયકાસ્વરૂપનિરૂપણ
સત્રાર્થ—અદત્ત દાન તેય કહેવાય છે, પરબ
તત્ત્વાર્થદીપિકા - હિંસા, અસત્ય, સ્તેય, મિથુન અને પરિગ્રહ આ પાંચ અ9તેમાંથી પ્રાણાતિપાત અને અદ્યતનું વિશદ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે હવે કમપ્રાપ્ત તેમનું સ્વરૂપ કહીએ છીએ
પ્રમાદના વેગથી સ્વામી દ્વારા નહીં આપવામાં આવેલી વસ્તુને ગ્રહણ કરવી તેય કહેવાય છે. આને જ અદત્તાદાન અથવા ચૌર્ય કહે છે. જે લેકે દ્વારા સ્વીકૃત હોય, બધાની પ્રવૃતિનું ગોચર હોય પરંતુ જેને તેના માલિકે આપેલું ન હોય, તે વસ્તુને પ્રમાદગથી સ્વીકાર કરે, સ્વીકારવાની ઈચ્છા કરવી અથવા સ્વીકારવાને ઉપાય વિચારે તેય કહેવાય છે આથી બીજા વડે અદત્ત હોવા છતાં પણ કર્મો અને અકર્મોનું ગ્રહણ કરવું તેય કહેવાતું નથી કારણ કે આત્માના પરિણામ સિવાય તેમને કોઈ દતા નથી. ત્રણ લેકમાં ભરેલા અણુઓની વગણાઓને કઈ માલિક નથી આથી તેમને ગ્રહણ કરવામાં ચોરીને વ્યવહાર થતું નથી. જ્યાં આપ-લે ને વ્યવહાર સંભવ હોય ત્યાં જ તેને વ્યવહાર થાય છે કારણ કે સૂત્રમાં અદત્ત પદને પ્રયોગ કરવામાં આવ્યો છે.
શંકા-અણગાર ભિક્ષા અર્થે ગામ, નગર આદિમાં ભ્રમણ કરે છે ત્યારે તે રસ્તામાં તથા દ્વાર આદિમાં પ્રવેશ કરે છે તેને પણ અદત્ત દાનને દેશ લાગ જોઈ એ.
સમાધાન- રસ્તો તથા દ્વાર બધાને માટે ખુલ્લા હોય છે, આથી તેમને ઉપયોગ કરવામાં અદત્તાદાનને પ્રસંગે ઉપસ્થિત થતું નથી. એટલું ખરું કે સાધુ બંધ દ્વારને ઉઘાડીને તેની અંદર પ્રવેશ કરતા નથી, કારણ કે તે ઉઘાડું હેતું નથી. અથવા “પ્રમત્તયોજા' અર્થાત્ પ્રમાદ યુક્ત પુરૂષના
ગથી “આ પદને અહીં પણ અધ્યાહાર હોય છે. આનું તાત્પર્ય એ થયું કે પ્રમત્તગથી અદત્તનું આદાન એ જ તેય છે, માત્ર ગલી અથવા દ્વારમાં પ્રવેશ કરનારે ભિક્ષુ પ્રમત્તગવાળે હેત નથી, આથી તેને અદત્તા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨