Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રસના ઘા ણ, ચક્ષુ અને શ્રેત્ર ઇન્દ્રિયના વિષય સ્પર્શ આદિ પાંચ છે. ક્રોધ આદિ કષાય ચાર છે. નિદ્રા પાંચ પ્રકારની છે-નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને ત્યાનધિ સ્ત્રીકથા, ભત્તકથા (ભજન સંબંધી કથા) દેશથા અને રાજ કથાના ભેદથી વિકથાના ચાર ભેદ છે. આ રીતે પ્રમાદના ઓગણીસ ભેદ છે. આના કારણે આત્મામાં રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે.
જે આત્મા પ્રમાદયુક્ત હોય છે તે પ્રમત્ત કહેવાય છે. પ્રમત્તના વેગ અથાત્ વ્યાપાર અથવા ચેષ્ટાને પ્રમત્તયેગ કહે છે. પ્રમત્ત આત્માની ચેષ્ટાથી પ્રાણેનો વિયોગ થ હિંસા છે. પ્રમત્તયોગને પ્રાપ્ત થઈને પ્રાણાતિપાત કરતે થકો આત્મા હિંસાને ઉત્પન્ન કરે છે.
પ્રાણ દશ છે–પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, પ્રાણુ પાન અને આયુ આ દ્રવ્યપ્રાણ કહેવાય છે અને પૃવિકાય આદિમાં યથાગ રૂપથી જોવામાં આવે છે, અર્થાત્ એકેન્દ્રિમાં ચાર, દ્વીન્દ્રિમાં છે, તેઈન્દ્રિયમાં સાત ચતુરિંદ્રિયમાં આઠ, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં નવ અને સંસી પંચેન્દ્રિયમાં દશ પ્રાણ હોય છે કહ્યું પણ છે–
પાંચ ઈન્દ્રિ, ત્રણ બળ (મનેબલ, વચન બળ કાયબલ) હન્ડ્રવાસ નિવાસ અને આયુ આ દશ પ્રાણ, ભગવાને કહ્યા છે. આમાંથી કેઈને પણ વિયાગ કર હિંસા છે. ૧
અથવા આત્માના જે પરિણામ (અધ્યવસાય)થી પ્રાણેનો નાશ થાય છે તેને હિંસા કહે છે. એ વાત ધ્યાનમાં રાખવા ગ્ય છે તે પ્રમત્ત જીવ જ હિંસક હોય છે, જે પ્રમાદથી રહિત છે તે હિંસક હેતે નથી. પ્રમાદી પુરૂષ આપ્તજને દ્વારા પ્રણીત આગમની પરવા કરતો નથી, વિપ્રણીત આગમથી પ્રતિકૂળ વ્યવહાર કરે છે, કાયા આદિનો સ્વછન્દ રૂપથી વ્યાપાર કરે છે અને અજ્ઞાનથી પરિપૂર્ણ હોય છે. તે ખમિત પ્રાણીઓના પ્રાણના વિનાશ કરે છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨