Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમને આત્માથી પૃથફ કરવા માટે ક્ષુધા પિપાસા આદિ પરીષહને સહન કરવા જોઈએ. કહેવાનું એ છે કે જિનેશ્વર ભગવાન દ્વારા ઉપદિષ્ટ કર્મના આગમતના નિધના માર્ગથી અર્થાત સમ્યક્દર્શન આદિથી જે ચુત થતાં નથી અને જે તે જ માર્ગ પર ચાલે છે, તેઓ આસ્રવ દ્વારને નિરાધ કરતા થકો, અનકમથી કમેની નિર્જરા કરતાં થકી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. કેળા
તત્વાર્થનિકિત–પૂર્વ સૂત્રમાં સંવરના કારણ રૂપ બાર પ્રકારની અનુપ્રેક્ષાઓનું વિશદ રૂપથી વર્ણન કરવામાં આવ્યું. હવે કમ પ્રાપ્ત પરીષહજયની પ્રરૂપણ કરીએ છીએ–
પૂર્વોક્ત સ્વરૂપવાળા અર્થાત્ કર્મોના આગમનના નિષેધ લક્ષણવાળા સંવરના માર્ગથી અથવા સમ્યક્દર્શન આદિ મોક્ષમાર્ગથી ન ડગવા માટે પૂર્વાજિત કર્મોની નિર્જરા માટે અથત તેમને આત્મપ્રદેશથી જુદાં કરવા માટે ક્ષુધા પિપાસા આદિ આગળ ઉપર કહેવામાં આવનારા બાવીશ પરીષહે સહન કરવા જોઈએ. આ રીતે ક્ષુધા અને પિપાસા આદિ પરીષહાને સહન કરવાનું પ્રયોજન છે મોક્ષમાર્ગથી ચ્યવન ન થવું અને પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા થવી. આ કારણે પરીષહોને જીતવા પરમાવશ્યક છે. કદાચિત કેઈ સંકલેશ યુક્ત ચિત્તવાળે, દુર્બળ હોવાના કારણે ભૂખ-તરસ આદિને સહન કરવા માટે અસમર્થ થઈને સમ્યક્દર્શન આદિ મોક્ષમાર્ગથી લપસી પણ પડે તે પણ તેણે આ સહન કરવામાં શ્રદ્ધારૂપ આદર તે કરે જ જોઈએ, જે સુધા પિપાસા આદિને સમ્યક પ્રકારથી સહન કરે છે, જેનું ચિત્ત પર્વતની જેમ અડગ હોય છે અને જે નિરાકૂલ ધ્યાનમાં મગ્ન હોય છે તેના પપાતિ કર્મોની નિર્જરા થાય છે. આ રીતે તત્રશ્રદ્ધાની આદિ લક્ષણવાળા સમ્યક્દર્શન આદિ મોક્ષમાર્ગથી ચ્યવન ન થઈ જાય, એવી ભાવનાથી જે સુધા પિપાસા આદિ સહન કરવામાં આવે છે તેમને પરીષહ કહેવામાં આવે છે. આજ રીતે જ્ઞાનાવરણ આદિ કર્મોને ક્ષય કરવા માટે પરીષહાને સહન કરવા જોઈએ. મોક્ષની પ્રાપ્તિ કારણભૂત સંવરમાં વિન ઉપસ્થિત કરવાવાળા સુધા પિપાસા વગેરે જે સહન કરવા ગ્ય છે, તે પરીષહ છે, એ પ્રમાણે પરીષહ શબ્દની વ્યુત્પત્તિ છે. “પતિઃ' અર્થાતુ બધી રીતે બધી બાજુથી આવેલા સુધા પિપાસા આદિને દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી જે સહન કરવા ચોગ્ય છે તે પરીષહ કહેવાય છે. અહીં કર્મોમાં-ઘ પ્રત્યય થયે છે અને બહુલતાથી પૂર્વપદ દીર્ઘ થઈ ગયું છે.
ઉત્તરાધ્યયનના દ્વિતીય અધ્યયનના પ્રથમ સૂત્રમાં કહ્યું છે-આ નિગ્રન્થ પ્રવચનમાં બાવીશ પરીષહ કહેવામાં આવ્યા છે, જેને સાંભળીને, જાણીને, જીતીને
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૬૪