Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નહીં પરંતુ અર્થનિદેશ અનુસાર પ્રમત્તસંયત, અપ્રમત્તસંવત, અપૂર્વકરણઅને અનિવૃત્તિકરણ નામના ચાર ગુણરથાનવાળા સંયતેનું ગ્રહણ કરવું જોઈએ. આ ચારે ગુણસ્થાનેમાં બાદર સંજવલન-કષાયને સદુભાવ રહે છે આથી તેમને સુધા પિપાસા આદિ બધાં જ પરીષહ થઈ શકે છે. આથી સામાયિક છેદે પસ્થાપન અને પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળાઓમાં બધાં પરીષહોને સદૂભાવ સમજ. ૧૧
તસ્વાર્થનિયુક્તિ–પહેલા સૂક્ષ્મસમ્પરાય આદિમાં સુધા પિપાસા આદિ અસમસ્ત પરીષહનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે બાદર સમ્પરાય અર્થાત સ્થૂળ ક્રોધ આદિ કષાયોથી યુક્ત પ્રમત્તસ યત આદિમાં બધાં બાવીસ પરીષહનું વિધાન કરીએ છીએ
જેમાં બાદર સમ્પરાય અર્થાત્ સ્થૂળ કષાય વિદ્યમાન છે, તેને બધાં જ પરીષહ હોય છે. અહીં “બાદરસમ્પરાય” શબ્દથી નવમું ગુણસ્થાન જ અભિપ્રેત નથી, પરંતુ પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ અને અનિ. વૃત્તિકરણ નામના ચાર ગુણસ્થાનવાળા મુનિ ગ્રહણ કરવામાં આવ્યા છે, કારણ કે તે બધામાં બાદર સંજવલન કષાય વિદ્યમાન રહે છે. આ મુનિઓના બાદર કષાયના ક્ષય અથવા ઉપશમ ન હોવાથી બધા-ક્ષુધા, પિપાસા, શીત, ઉષણ, દેશમશક, અચેલ, અરતિ, સ્ત્રી, ચર્યા, નિદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તુણસ્પર્શ, મલ, સંસ્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન પરીષહ હોઈ શકે છે. બાદર કષાયવાળે કોઈ સંયત મેહનીય કર્મની પ્રકૃતિઓનો ઉપશમ કરે છે તે ઉપશમક કહેવાય છે. કેઈ સંયત તે મેહનીય પ્રકૃતિઆને ક્ષય કરે છે તેને સપક કહે છે આ પ્રમત્ત સંયત વગેરે બાદર કષાયવાળાઓમાં, જ્ઞાનાવરણ થી લઈને અતરાય ક સુધી બધા પરીષહાના કારણ હાજર હોય છે. આથી તેમનામાંથી પ્રત્યેકના બાવીસ પરીષહ હોઇ શકે છે.
ભગવતીસૂત્રના શતક ૮, ઉદ્દેશક ૮, માં કહ્યું છે–ભગવદ્ સાત કર્મપ્રકૃતિઓ બાંધનારાના કેટલા પરીષહ કહેવામાં આવ્યા છે? ઉત્તર
ગૌતમ ! બાવીસ પરીષહ કહેવામાં આવ્યા છે–તેમાંથી એકી સાથે વીસ વેદન થઈ શકે છે, કારણ કે જે સમયે શીતપરીષહ અનુભવાય છે તે સમયે ઉણપરીષહ અનુભવી શકાતું નથી અને જ્યારે ઉષ્ણુપરીષહ અનુભવાય છે. ત્યારે શીતપરીષહ અનુભવી શકાતો નથી. આવી જ રીતે જ્યારે ચર્ચાપરીષહ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨