Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય ત્યારે નિષઘાપરીષહ હોઈ શકે નહીં એવી જ રીતે નિષધાપરીષહ અનુભવાય ત્યારે ચર્ચાપરીષહની ગેરહાજરી હોય છે.
ભગવન! આઠે કર્મ પ્રવૃતિઓ બાંધનારને કેટલા પરીષહ કહેવામાં આવ્યા છે ?' ગૌતમ! બાવીસ પરીષહ કહેવામાં આવ્યા છે. ૧૧
જ્ઞાનાવરણ કર્મ કે નિમિત્ત સે હોને વાલે દો પરિષહોં કા નિરૂપણ
“જાવરબિજો' ઇત્યાદિ
સૂવાર્થજ્ઞાનાવરણ કર્મ હોય ત્યારે પ્રજ્ઞા અને અજ્ઞાનપરીષહ હોય છે. ૧૨
તત્વાર્થદીપિકા–આની અગાઉ કહેવાઈ ગયું છે કે બાદર કષાયવાળા પ્રમત્તસંયત આદિમાં સુધા પિપાસા વગેરે બાવીસ-બાવીસ પરીષહ હોય છે, હવે ક પરીષહ ક્યા કર્મના નિમિત્તથી થાય છે, એ પ્રતિપાદન કરતા થકા સર્વ પ્રથમ જ્ઞાનાવરણ કર્મના નિમિત્તથી થનારા પરીષહનું વર્ણન કરીએ છીએ
જ્ઞાનાવરણીય કર્મના નિમિત્તથી પ્રજ્ઞા અને અજ્ઞાનપરીષહ ઉત્પન્ન થાય છે, અથાત જ્ઞાનાવરણ કમને પ્રભાવ હોવાથી મુનિને ઉક્ત બે પરીષહ હોય છે. એના
તત્વાર્થનિયુકિત-પહેલા એ પ્રતિપાદન કરવામાં આવ્યું કે બાદર સમ્પરાય અર્થાત્ સ્થૂળ કષાયવાળા પ્રમત્તમંત વગેરેમાં સુધા પિપાસા વગેરે બાવીસ પરીષહ હોય છે, હવે કયા કમના નિમિત્તથી ક્યા-કયા પરીષહ થાય છે એ બતાવીએ છીએ અને અનુક્રમમાં સર્વ પ્રથમ જ્ઞાનાવરણ કમ જનિત પરીષહનો ઉલલેખ કરીએ છીએ
જ્ઞાનાવરણીય કર્મના નિમિત્તથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ ઉત્પન્ન થાય છે. જ્ઞાનના આવરણને જ્ઞાનાવરણ કહે છે, તેની વિદ્યમાનતામાં અથોત જ્ઞાનાવરણ હોવાથી પ્રજ્ઞા અને અજ્ઞાનપરીષહ થાય છે. ભગવતીસૂત્રના આઠમાં શતકના આઠમાં ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે–
પ્રશ્ન-ભગવદ્ ! જ્ઞ નાવરણ કર્મ હોય ત્યારે કેટલા પરીષહ હોય છે ?
ઉત્તર-બે પરીષહ હોય છે. પ્રજ્ઞ પરીષહ અને જ્ઞાન વરીષતુ આ જ્ઞાનપરીષહ જ અન્યત્ર અજ્ઞાનપરીષહ કહેવાય છે. ૧
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨