Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ રીતે દર્શન કર્મથી યુક્ત મુનિને દર્શનપરીષહ અને લાભાતરાય કર્મવાળા મુનિને અલાભપરીષહ સહન કરે પડે છે. ૧૩
ચારિત્રમોહનીય કર્મ કે નિમિત્ત સે હોનેવાલે - સાત પરિષહોં કા કથન
“ચરિતોાિને સત્તવરણલ્લા’ ઇત્યાદિ
સૂત્રાર્થ–ચારિત્ર મેહનીય કર્મના ઉદયથી અચેલ, અરતિ આદિ સાત પરીષહ ઉત્પન્ન થાય છે. ૧૪મા
તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે દર્શન મોહનીય અને લાભાન્તરાય કમને નિમિત્તથી દર્શનપરીષડ અને અલાભપરીષહ ઉત્પન્ન થાય છે, હવે ચારિત્ર મેહનીય કર્મના નિમિત્તથી થનારા અચલ, અરતિ આદિ સાત પરીક્ષાની પ્રરૂપણ કરીએ છીએ
ચારિત્ર મેહનીય કર્મના ઉદયથી અચેલ, અરતિ આદિ સાત પરીષહ થાય છે જે આ પ્રમાણે છે-(૧) અચલ (૨) અરતિ (૩) સ્ત્રી (૪) નિષઘા (૫) આક્રોશ (૬) યાચના (૭) સત્કાર પુરસ્કાર આ જીતે ચારિત્ર મેહનીય કર્મના ઉદયથી અચેલ પરીષહ, અરતિપરીષહ, સ્ત્રી પરીષહ નિષદ્યાપરીષહ, આક્રોશપરીષહ, યાચનાપરીષહ અને સત્કાર પુરરકાર પરીષહ ઉત્પન્ન થાય છે.
શંકા-અચેલ, અરતિ, સ્ત્રી, આ કોશ, યાચના અને સત્કાર પુરસ્કાર પુરૂષદ આદિના ઉદયથી થાય છે આથી તેમને મેહાદય હેતુક કહી શકાય છે, પરંતુ નિષદ્યાપરીષહને મહોદયહેતુક કેવી રીતે કહી શકાય ?
સમાધાન–ચારિત્ર મે હનીય કર્મના ઉદયથી પ્રાણિઓને દુઃખ પહોંચાડવાનું પરિણામ ઉત્પન્ન થાય છે અને નિષદ્યા પ્રાણિપીડાને પરિહાર કરવા માટે છે, આથી તેને મેહ નિમિત્તક કહી શકીએ છીએ. જેમાં નિષદનઉપવેશન અથત્ કાવું બેસવું વગેરે કરવામાં આવે તે નિષદ્યા કહેવાય
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૮૫