Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રતિ-સુખમાં આસકત રહેવાના કારણે તથા દુષમકાળના પ્રભાવથી અહીં આવતા નથી. નારકીના છ તત્ર વેદનાથી પીડિત રહે છે, પૂર્વકત કમરૂપી જ જિરના બન્ધનમાં જકડાયેલા હોવાને લીધે પરાધીન છે, આ કારણથી અહીં આવી શકતા નથી આ પ્રકારને વિચાર કરવાથી દર્શનપરીષહજય થાય છે.
અથવા આ પ્રમાણે વિચારવું જોઈએ-પુણ્ય અને પાપ રૂપ ધર્મ અને અધમ જ્યારે કમરૂપ છે- પુદ્ગલાત્મક છે--ત્યારે તેમના કાર્યનું દર્શન થાય છે આથી તેમનું અનુમાન કરી શકાય છે. જે ધન અને અધમ અર્થ ક્ષમા અને કોઇ વગેરે માનવામાં આવે તે સ્વાનુભવ હોવાથી, આત્મપરિણતિ રૂપ હોવાથી પ્રત્યક્ષ વિરોધ છે! દેવ રતિ-સુખમાં અત્યન્ત લીન રહેવાથી ત: દુષમકાળના પ્રભાવથી દષ્ટિગોચર થતાં નથી, નારક તીવ્ર વેદનાથી પીડિત હોય છે, તેઓ પૂર્વકૃત કર્મ રૂપી બેડીના બધનમાં પડ્યા હોવાથી પરતંત્ર છે, આ કારણે તેઓ અત્રે આવી શકતાં નથી, આ પ્રમાણે વિચાર કરનાર દર્શનપરીષહ વિજય પ્રાપ્ત કરે છે.
આવી રીતે જે બાવીસ પરીષહ ને સહન કરે છે, જેના ચિત્તમાં સંકલેશ થતો નથી, તે રાગાદિપરિણામ રૂપ આસવને નિરોધ કરીને સંવર પ્રાપ્ત કરે છે. ૮
કૌન જીવકો કિતને પરીષહ હોતે હૈ?
તરથ વરસારીતા” ઈત્યાદિ
સત્રાર્થ–પૂર્વોક્ત બાવીસ પરીષહેમથી સૂમસામ્પરાય અને છવાસ્થ વીતરાગને ચૌદ પરીષહ હોય છે. પાન
તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં સુધા પિપાસા વગેરે બાવીસ પરીષહેની પ્રાપણા કરવામાં આવી હવે એ પ્રરૂપણે કરીએ છીએ કે તેમાંથી કયા ને કેટલાં પરીષહ હોય છે –
જેમનું સ્વરૂપ અગાઉ કહેવામાં આવી ગયું છે તે સુધા પિપાસા આદિ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨