Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપાન ચિન્તન કરવું જોઈએ. આ પ્રકારનું ચિન્તન કરવાથી કર્મોના આમ્રવને નિરોધ કરવામાં પ્રવૃત્તિ થાય છે. આ આસવ ભાવનાનું સ્વરૂપ છે.
(૮) સંવરાનુપ્રેક્ષા-સંવરને વિચાર કરે સંવરાનુપ્રેક્ષા છે. જેમ કેકર્મના અસવ દ્વારને ઢાંકવા-આસવ દેથી બચવું સંવર છે. સમિતિ. ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા પરીષહજય અને ચારિત્રનું પાલન કરવાથી સંવર થાય છે, જેઓ સંવૃતામાં હોય છે, તેમનામાં આ અવ દેષ હોતાં નથી. એવી ભાવના કરવાથી સંવર માટે જ પ્રયત્ન થાય છે. આ સંવર ભાવના છે.
(૯) નિજાનુપ્રેક્ષા-નિર્જરાનું ચિન્તન કરવું નિજાનુપ્રેક્ષા છે. યથાકર્મ પુદ્ગલ જ્યારે ઉદયાલિકામાં પ્રવેશ કરે છે અને તેમના રસને અનુભવ જીવ કરી લે છે, ત્યાર બાદ તે ચૂંટી જાય છે કર્મવિપાક બે પ્રકારના છે. અબુદ્ધિપૂર્વ અકુશળમૂલ નરક આદિ ગતિઓમાં કરેલાં કર્મો ભેગવવા પડે છે તે અબુદ્ધિપૂર્વ વિપાકોદય છે, તે અકુશલાનુબ છે એવું અવદ્ય રૂપથી ચિન્તન કરવું જોઈએ. કુશલ મૂલ વિપાક બાર પ્રકારની તપશ્ચર્યા કરવાથી તથા પરીષહ ઉપર વિજય મેળવવાથી થાય છે. તે શુભાનુબન્ધવાળે અથવા અખથી રહિત હોય છે. સકળ કર્મો ક્ષય તેનું લક્ષણ છે. તે મોક્ષનું કારણ છે, આ રીતે ગુણ રૂપથી તેનું ચિન્તન કરવું જોઈએ. આવું ચિન્તન કરવાથી કર્મોની નિર્જરા માટે જ મતિ ઉત્પન્ન થાય છે. આ નિર્જરાભાવના છે.
(૧૦) કાનુપ્રેક્ષા-લોકના ૨વરૂપને વિચાર કરે કાનુપ્રેક્ષા છે યથા-આ લેક પંચાસ્તિકાયમય છે અર્થાત્ ધર્મારિતકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલારિતકાય અને જીવાસ્તિકાય રૂપ છે. આ લેક વિવિધ પ્રકારના પરિણામોથી યુક્ત છે, ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્ય રૂપ છે, વિચિત્ર સ્વભાવવાળે છે. આમ લેકનું ચિન્તન કરનાર જીવનું તત્વજ્ઞાન અને આત્મા વિશુદ્ધ હોય છે, આ લેકાનુપ્રેક્ષા છે.
(૧૧) બાધિદુર્લભવાનુપ્રેક્ષા-બેધિ અર્થાત્ સમ્યકત્વની દુર્લભતાને વિચાર કરવો બેધિદુર્લભત્યાનુપ્રેક્ષા છે જેમ કે–આ અનાદિ સંસારમાં નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિઓમાં વારંવાર ચકની જેમ ફરનારે, જુદા જુદા પ્રકારના શારીરિક અને માનસિક દુઃખોથી યુક્ત તત્ત્વાર્થના અશ્રદ્ધાન, અવિરતિ પ્રમાદ અને કષાય આદિ દેના કારણે ઉપહત બુદ્ધિવાળા તથા જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોથી પીડિત જીવને સમ્યક્દર્શનથી શુદ્ધ બોધિની પ્રાપ્તિ થવી અતિ મુશ્કેલ છે. જે આ વિચાર કરે છે. તે બેધિ પ્રાપ્ત કરીને તેમાં પ્રમાદ કરતો નથી. આ બધિદુર્લભત્વાનુપ્રેક્ષા છે.
(૧૨) ધર્મદેશકાર્ડવાનુપ્રેક્ષા-ધર્મદેશકાર્ડનું ચિન્તન કરવું જેમ કે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૬ ૨