Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માંસ, અસ્થિ, મજજા, કેશ, નખ, શિરા, ધમણ વગેરેના રૂપમાં પરિણુત કરે છે. માતા દ્વારા ખાધેલા આહારના રસને બંનેની સાથે જોડાયેલી રસહારિણી નાડી દ્વારા આહાર કરે છે. આ રીતે શરીરનું મૂળ કારણે તેમજ ઉત્તર કારણ બંને જ અશુચિ છે અશુચિ રૂપમાં જ તેનું પરિણમન થાય છે. આથી આ શરીર અશુચિ છે આ શરીરની અંદર ગયેલે ઉત્તમમાં ઉત્તમ આહાર પણ કફાશયમાં પોંચીને અને ગળફાથી ચિકણે થઈને અત્યન્ત ગ થઈ જાય છે ત્યારબાદ પિત્તાશયમાં જઈને ત્યાં પરિપકવ થાય છે અને મળ રૂપે પરિણત થઈને અશુચિ બની જાય છે. ત્યાર પછી વાતાશયમાં પ્રાપ્ત થઈને વાયુથી વિભક્ત થઈને ખલભાગ અને રસભાગના રૂપમાં પરિણત થાય છે. તે ખલભાગથી મૂત્ર, મળ, દૂષિકા, લીંટ, પરસે તથા લાળ વગેરે મળીને પ્રાર્દુભાવ થાય છે આ તમામ અશુચિ જ છે. રસભાગથી લેહી, માંસ, મજજા, મેદ, અસ્થિ અને શુક્ર (વીર્ય)ની ઉત્પત્તિ થાય છે. આમ કફથી માંડીને શુક્ર સુધી બધું અશુચિ જ છે. આ અશુચિ મળ, મૂત્ર, કફ, પિત્ત આદિને આધાર હોવાથી પણ શરીર અશુચિ છે.
આ રીતે વિચારવાથી શરીર પ્રતિ વિરકિતની ઉત્પત્તિ થાય છે અને શરીર પર વિરકિતભાવ જાગવાથી મનુષ્ય શરીરની ઉત્પત્તિને જ અટકાવી દેવામાં પ્રવૃત્ત થાય છે અર્થાત્ સદા માટે અશરીર (મુક્ત) બનવાને પ્રયત્ન કરે છે. આ અશુચિવ અનુપ્રેક્ષા છે.
() અસવાનુપ્રેક્ષા-આસવનું ચિન્તન કરવું આસવાનુપ્રેક્ષા છે. યથા–આ ઈન્દ્રિય અને કષાય આદિ આસવ પાપ રૂપ અકુશળ કર્મોના આગમનના દ્વાર છે. તેઓ અનેક પ્રકારના દેથી યુક્ત છે અને અત્યંત તીવ્ર વેગશાલી જીવને પાપ ઉત્પન કરનારા છે, એ જાતને વિચાર કરે જોઈએ. સ્પર્શનેન્દ્રિયને તાબે થયેલા ઘણુ બધાં જીવ પરસ્ત્રાલમ્પટ થઈને પિતાના જીવનને પણ નાશ કરી દે છે. મદેન્મત્ત હાથી પણ સ્પર્શનેન્દ્રિયને આધીન થઈને કેદમાં પડે છે. જે લેકે રસનેન્દ્રિયને વશીભૂત થઈ જાય છે તેઓ વડિશા-માછલી પકડવાના સાધનવિશેષમાં લગાડેલા માંસના લેભમાં પડેલાં મતસ્ય વગેરેની જેમ મરણને શરણ થાય છે. ધ્રાણેન્દ્રિયને વશીભૂત થયેલા પ્રાણિ કમળના કિંજલ્કના લેભી ભમરા આદિની માફક બન્ધનને પ્રાપ્ત થાય છે અને પિતાના પ્રાણે ગુમાવી બેસે છે. ચક્ષુ ઈદ્રિયના વશમાં પડેલાં પ્રાણી સ્ત્રીના રૂપના દર્શનના અભિલાષી થઈને, દીવાને જોવા માટે લાલચુ પતંગીયા વગેરેની માફક, વિનાશને નોતરે છે. શ્રેત્રેન્દ્રિયના વિષયમાં આસકત છવ સંગીત આદિના મધુર શબ્દના શ્રવણમાં લેલુપ થઈને હરની જેમ બને અને વધને પ્રાપ્ત થાય છે.
આવી જ રીતે ક્રોધ, માન, માયા અને લેભ રૂપ કષા દ્વારા થનારાં
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૬૧