Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પીડાઈ રહ્યુ છે જે ઘાતક પુરૂષની પ્રત્યે કિંચિત્ પણ મનેાવિકાર ઉત્પન્ન થવા શ્વેતા નથી અને જે એવું વિચારે છે કે—આ બધું મારા પૂર્વીકૃત દુષ્કર્મમાંનું ફળ છે, આ બિચારાઓના કાઇ દોષ નથી, શરીર પાણીના પરપેાટ.ની માફક ક્ષણભ’ગુર છે અને મારા સમ્યકૂદન, સમ્યજ્ઞાન, મને ચાત્રિનુ કાઇ જ હનન કરી શકતુ નથી તથા જે વાંસલા વડે ચામડીને છેલવાને અને ચન્દ્વનલેપન 'મૈંને સરખાં ગણે છે, તે મુનિરાજની વધનિત પીડાને સહન કરવાની ક્ષમતાને વધપરીષહુજય કહે છે.
(૧૪) યાચનાપરીષદ્ધ-જે બાહ્ય અને આભ્યંતર તપસ્યાના અનુષ્ઠાનમાં તત્પર છે, તીવ્ર તપશ્ચર્યાંના કારણે જેના શરીરનું સમસ્ત લેાહી અને માંસ સુકાઈ ગયા છે, માત્ર ચામડી, હાડકાં, શિરા, ધમણી માત્ર બાકી રહી ગયા છે, પ્રાણાના ચાલ્યા જવા છતાં પણ જે આહાર ઉપાશ્રય માટે લાચારીપૂર્વકના શબ્દો દ્વારા અથવા ચેહરા ઉપર દીનતા પ્રકટ કરીને યાચના કરતા નથી અને ભિક્ષાવેળાએ જો બીજો કાઈ ભિક્ષુક હાજર દેખાય તે તે સ્થળેથી ચાલ્યેા જાય છે, એવી મુનિરાજની યાચનાને સહન કરી લેવાની વૃત્તિ યાચનાપરીષહેજય કહેવાય છે.
(૧૫) અલાભપરીષહ-વાયુની માફક નિઃસગ હાવાના કારણે જે અનેક દેશ-દેશાન્તામાં વિચરણ કરે છે, મૌનવૃત્તિમાં વિચરે છે, ઘણા સ્થાનામાં જવા છતાંપણ–ભિક્ષાના લાભ ન થવા છતાંપણ જેના ચિત્તમાં ઉદ્વેગ ઉત્પન્ન થતા નથી જે દાતાવિશેષની પ્રક્ષા કરવામાં પણ ઉત્સુક નથી જે અલાભને લાભ કરતાં પણ સારૂં સમજે છે અને જે સતેષશીલ હાય છે, એવા સાધુ અલાભપરીષહજય કરે છે.
(૧૬) રાગપરીષહ-બધાં પ્રકારની અશુચિને ભંડાર હેાવાના કારણે શરીર પરત્વે જે આદર, સહકાર અથવા આસ્થાથી રહિત છે, અન્ત, પ્રાન્ત, તુચ્છ, અરસ અને વિરસ આહારને સ્વીકાર કરે છે, એકી સાથે એક
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૬ ૯