Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧૨) ઘર્મસાધકાહવાનુપ્રેક્ષા–ધમના મૂળ ઉપદેશક અહંત ભગવાન છે. તેમના દ્વારા ઉપદિષ્ટ અહિંસામય ધર્મ વિનયમૂળક છે, ક્ષમા તેનું ગળ છે, તે બ્રહ્મચર્યથી ગુપ્ત છે. ઉપશમની પ્રધાનતાવાળે છે અને નિષ્પરિગ્રહિતા તેને આધાર છે. આવા ધર્મના લાભથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વિચાર કરે ધર્મ સાધકાéવાનુપ્રેક્ષા છે. જે આ ભાવનાનું ચિન્તન કરે છે. તેને ધર્મની તરફ અનુરાગ જાગૃત થાય છે તેમજ તે, ધર્મની આરાધના કરવામાં લગાતાર તત્પર રહે છે.
આવી રીતે આ બાર અનુપ્રેક્ષાઓથી આસવનિરોધ રૂપ સંવરની પ્રાપ્તિ થાય છે. દા
તત્વાર્થનિર્યુક્તિ-અગાઉ પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે ગુપ્તિ સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્ર સંવરના સાધન છે. આમાંથી સમિતિ, ગુપ્તિ અને ધર્મના ભેદ પ્રદર્શન પૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યા હવે કમથી પ્રાપ્ત અનુપ્રેક્ષાનું પ્રરૂપણ કરીએ છીએ અનિત્યત્વે આદિ બાર ભાવનાએ અનુપ્રેક્ષા રૂપ છે અર્થાત્ અનિત્યતાનું અનુચિન્તન કરવું, અશરણુતાનું અનુચિન્તન કરવું, સંસારનું અનુચિન્તન કરવું, એકત્વનું અનચિન્તન કરવું, અન્યત્વનું અનુચિન્તન કરવું. અશુચિતાનું અનુચિન્તન કરવું, આસવનું અનુચિન્તન કરવું, સંવરનું અનુચિન્તન કરવું, નિર્જરાનું અનુચિતન કરવું, લેકનું અનુચિન્તન કરવું, બોધિની દુર્લભતાનું અનુચિન્તન કરવું, અને ધર્મસાધકાહેવનું અનુચિન્તન કરવું, આ બાર ભાવનાઓ દ્વાદશાનુપ્રેક્ષાઓ કહેવાય છે,
અનુપ્રેક્ષણ કરવું અને જેની અનુપ્રેક્ષણ કરી શકાય તે અનુપ્રેક્ષા કહેવાય છે. એમનું સ્વરૂપ આ પ્રકારે છે–
(૧) અનિત્યવાનુપ્રેક્ષા–અનિત્યતાનું ચિન્તન કરવું અનિત્યસ્વાનુપ્રેક્ષા છે. શ, આસન, વસ્ત્ર, ઔધિક અથવા ઔપગ્રહિક ઉપધિ, રજોહરણ, પાત્ર, દંડ આદિ બ હ્ય દ્રવ્ય કહેવાય છે. શરીર આભ્યતર દ્રવ્ય કહેવાય છે કારણ કે તે જીવથી વ્યાપ્ત હોય છે. આ બધાની સાથે જે સંયોગ છે તે તમામ અનિત્ય છે, એ વિચાર કરે જોઈએ,
જે વસ, પાત્ર આદિ દરરોજ ગ્રહણ કરવામાં આવે છે અને ઉપગમાં લેવાય છે તેમને ઔધિક ઉપધિ કહેવામાં આવે છે. વરસાદ વગેરે કારણે આવી પડવાને લીધે, વિશેષ અવસરે અનિશ્ચિત સમય માટે સંયમ કાજે જે પીઠ અથવા પાટ વગેરે ગ્રહણ કરવામાં આવે છે, તેમને ઔપચાહિક ઉપધિ કહે છે, “ઉ” અર્થાત્ આત્માની નજીક કારણ આવી પડવાથી, સંયમ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૫૭