Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્મબન્ધમાં જે ન્યૂનાધિકતા હોય છે તે વધ્ય અને ઘાતક બંનેની વિશેષતા પર નિર્ભર રહે છે, તેવી સ્થિતિમાં કેવળ વધ્યજીવની અપેક્ષાથી જ કમબન્યમાં સમાનતા અથવા અસમાનતા માનવી અગર કહેવી એ યોગ્ય નથી જે આ બંને એકાન્ત સ્થાનોમાં પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ કર્મબન્ધને એકાન્તતઃ સમાન અથવા અસમાન જ કહે છે તે અનાચારમાં પ્રવૃત્તિ કરે છે.
બધા જીવોને એકાન્ત રૂપથી સરખા ગણીને તેમની હિંસાથી સરખાં જ કર્મબન્ધ માનવા યે ગ્ય નથી કિન્તુ તીવ્રભાવ મન્દભાવ આદિની વિશેષતાથી પણ કર્મબન્ધમાં વિશેષતા સ્વીકારવી જોઈએ.
ચિકિત્સક આયુર્વેદશાસ્ત્રને અનુકૂળ સમીચીન શસ્ત્રક્રિયા અથવા અન્ય ચિકિત્સા કરી રહ્યો હોય, તો પણ રેગીનું મરણ થઈ જાય તે વૈદ્ય તેના નિમિત્તથી હિંસાને ભાગી બનતું નથી કારણ કે તેની ભાવનામાં દોષ નથી. બીજે કોઈ પુરૂષ સાપ માનીને દેરડાં ઉપર પ્રહાર કરે છે અને તેના છે ટૂકડા કરી નાખે છે. આ પ્રસંગમાં સાપની હિંસા ન થવા છતાં પણ તે હિસાના પાપને ભાગી થાય છે. કારણ કે તેના ભાવમાં દેશ વિદ્યમાન છે. ભાવદેષથી જે સર્વથા રહિત છે તેને કર્મબન્ધ થતું નથી આગમમાં કહ્યું છેકોઈ મુનિ ઈસમિતિથી જઈ રહ્યા હોય અને તેમણે પગ ઉપર લીધે હોય એ અરસામાં અકસ્માત કેઈ બેઈન્દ્રિય આદિ પ્રાણ ત્યાં આવી ચઢે અને તેમના પગ તળે કચડાઈ જાય તે પણ તે મુનિરાજને તે નિમિત્તે હિંસાને દેષ લાગતો નથી. આનાથી વિપરીત તેંદુલ મત્સ્યનું દષ્ટાંત પણ પ્રસિદ્ધ છે. આથી વધ્યજીવ અને ઘાતકજીવ-બંનેની અપેક્ષાથી કર્મબન્ધની ન્યૂનાધિકતા સમજવી–માનવી જોઈએ. એકાન્ત માનવાથી અનાચાર થાય છે દા
જીવાધિકરણ કે ભેદ કા નિરૂપણ
“જ્ઞીવાડકવા આવવાહિત ઈત્યાદિ સુવાર્થ-જીવ અને અજીવ આસવના અધિકારણ છે. છા
તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં એ પ્રતિપાદન કરવામાં આવ્યું કે અધિકરણ એ આઅવની વિશેષતાનું કારણ છે. હવે તેના ભેદનું નિરૂપણ કરીને
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨