Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરે છે ત્યારે મિત્ર, ભાઈ, પુત્ર, પત્ની વગેરે કઈ પણ તેને બચાવવા સમર્થ થતાં નથી. આ અવસરે એકમાત્ર ધર્મ જ તેના રક્ષણાર્થે આવીને ઉભો રહે છે બીજી કોઈ જ નહીં, આ જાતની ભાવના કેળવવી અશરણવાનુપ્રેક્ષા છે જે આ પ્રકારનું ચિન્તન કરતે રહે છે તે હું શરણ વગરને છું એમ વિચારીને અત્યન્ત વિરક્ત થઈ જાય છે અને સાંસારિક પુદ્ગલેના વિષયમાં તેનું મમત્વ રહેતું નથી. તે અહંન્ત ભગવાન દ્વારા પ્રતિપાદિત માગને જ આશરે લે છે.
(૩) સંસારાનુપ્રેક્ષા–પૂર્વે પાજિત કમ વિપાક અનુસાર ભવાન્તરની પ્રાપ્તિને સંસાર કહે છે. સંસારી જીવ આ સંસારમાં રંગભૂમિના નટની માફક માતા, પિતા, ભ્રાતા, દાસ, સ્વામી આદિની જુદી જુદી ભૂમિકાઓ (પાર્ટ) પ્રાપ્ત કરતે થકી જન્મ-મરણથી વિટંબણાઓ ભેગવી રહ્યો છે. એક ભવનો ત્યાગ કરીને બીજા ભવમાં જાય છે. વધારે શું કહેવું ? તે પોતે જ પોતાનો પુત્ર બની જાય છે. આ રીતે સંસારના સ્વભાવને વિચાર કરે સંસારાનપ્રેક્ષા છે. ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણીસમાં અધ્યયનની બારમી ગાથામાં કહ્યું છે
આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે અને મલીન પદાર્થોથી રજ–વય વગેરેથી, એનું સર્જન થયું છે. આ કામચલાઉ આવાસ છે-થોડા દિવસે સુધી એમાં રહીને નિકળી જવાનું છે. આ શરીર દુઃખ તથા કલેશનું પાત્ર છે અર્થાત વિવિધ પ્રકારનાં કષ્ટ આ શરીરને લીધે જ બીચારા જીવને ભેગવવા પડે છે.
અન્યત્ર પણ કહ્યું છે-ધિક્કાર છે આ સંસારને કે જેમાં પિતાના રૂપ સૌન્દર્યથી ગર્વિષ્ઠ બનેલો પુરૂષ યુવાવસ્થામાં જ મરણને પ્રાપ્ત થઈને તે જ પોતાના કલેવરમાં કીડા સ્વરૂપે ઉત્પન્ન થઈ જાય છેઆ જાતની ભાવના કરનારે પુરૂષ સંસારની માયાજાળથી ઉદ્વિગ્ન થઈ જાય છે, અને સંસારથી વિરક્ત થઈને સાંસારિક દુઃખનો અંત કરવા માટે પ્રયત્નશીલ બને છે.
() એકત્વ-જન્મ જરા અને મરણના પ્રવાહમાં ઉત્પન્ન થનારી ઘેર પીડાનો અનુભવ મારે એકલાને જ કરે પડે છે. તેમાં કોઈ પણ પિતાના કે પારકા સહાયક બનતાં નથી. હું એક જ જ છું, એકલો જ મરણ પામીશ કે સ્વજન અથવા પરજન મારા આધિ, વ્યાધિ જરા (ઘડપણ) મરણ વગેરે દુઃખોને દૂર કરવા માટે સમર્થ નથી. મિત્ર તથા ભાઈ-નેહીઓ પણ બહ-બહે તે શ્મશાનભૂમિ સુધી જ સાથે આવે છે. એક માત્ર ધર્મ જ સાચે સહાયક-મિત્ર છે. આ જાતનું ચિન્તન કરવું એકવાનુપ્રેક્ષા છે-કી પણ છે-હું એકાકી છું. મારું કોઈ નથી અને હું કોઈ નથી. આ રીતે દેવહીન મનથી પોતાના આત્મા પર અનુશાસન કરવું. આગળ પણ કહ્યું છે-જ્યારે જીવ મૃત્યુની પકડમાં આવે છે ત્યારે ધન-દોલત જમીનમાં દાટેલાં જ રહી જાય છે, પશુ વાડામાં બાંધેલા જ રહી જાય છે. પત્ની ઘરના દ્વાર સુધી અને સ્વજન શ્મશાન સુધી સહારો આપે છે. શરીર ચિતા સુધી સાથ
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૫૪