Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે, વચનયોગના સંરંભના પણ ૧૨ બાર ભેદ છે. તથા કાયોગના સંરંભના બાર ભેદ છે. આ બાર ભેદ કૃતકારિત અને અનુમતના ભેદથી તથા બાર ભેદ ક્રોધ માન માયા અને લેભ રૂ૫ કષાયના ભેદથી થાય છે. બાર ગુણ્યા ત્રણ બરાબર છત્રીશ થાય છે. એવી જ રીતે સમારંભના મનોગથી બાર, વચન
ગથી બાર, કાયેગથી બાર ભેદ છે જે કૂતકારિત અને અનુમતના ભેદથી તથા ક્રોધ, માન, માયા અને લેભ રૂપ ચાર કપાયેના ભેદથી થાય છે. અહીં પણ બાર ત્રિક (૧૨૪૩) મળીને છત્રીશ થઈ જાય છે. એવી જ રીતે આરંભના પણ મોગથી બાર વચનગથી બાર, કાયયોગથી બાર ભેદ છે જે કત કારિત અને અનુમતના ભેદથી તથા ક્રોધ, માન, માયા અને લેભ રૂપ ચાર કષાયોના ભેદથી થાય છે. આ બાર ત્રિક મળીને પણ છત્રીશ થઈ જાય છે. બધાં મળીને જીવ રૂપ સાપરાયિક કર્માસ્ત્રવાધિકરણના એકસે આઠ ભેદ સમજવા જોઈએ.
આ એકસો આઠ ભેદમાં કોધ, માન, માયા અને તેમના સામાન્ય રૂપથી એક-એક ભેદની વિવક્ષા કરવામાં આવી છે. આના બદલે જે અનન્તાનબધી ક્રોધ, અપ્રત્યાખ્યાનીકો પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને સંજવલન ક્રોધ એવી જ રીતે માન વગેરેના અવાર ભેદની વિવક્ષા કરવામાં આવે તે છવાધિકરણના બીજું પણ ઘણું ભેદ થઈ શકે છે. આ બધાં કષાય સામ્પરાયિક કર્મબન્ધના કારણ છે અને સંરંભ-સમારંભ તથા આરંભ આદિ બધી કેટિઓ તેમાં ઘટિત થાય છે. વળી કહ્યું પણ છે –
જીવની વિરાધનાને સંકલ્પ કરે સંરંભ છે, જીવને પરિતાપ પહોંચાડો સમારંભ છે અને વિરાધના કરવી એ આરંભ છે. આ ત્રણે–ત્રણ ગાથી થાય છે ?
આ કષાય વેગ આદિ પૃથ-પૃથક્ પણ કર્મબન્ધના કારણ હોઈ શકે છે અને સંયુક્ત રીતે પણ જ્યારે સંયુકત કારણ હોય છે તે પ્રધાન તથા ગીણ રૂપથી કારણ હોય છે. ઉત્તરાધ્યયનના ૨૪માં અધ્યયનની ૨૧મી ગાથામાં કહ્યું છે–સંરંભ, સમારંભ અને આરંભી.
દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે–ત્રણ કરણ અને ત્રણ ગથી અર્થાત્ મનથી, વચનથી તથા કાયાથી હું જાતે કરીશ નહીં બીજા પાસે કરાવીશ નહીં તેમજ અન્ય કોઈ કરતું હશે તેને અનુમોદન આપીશ નહીં.
ભગવતીસૂત્રના શતક ૭ ઉદ્દેશક-૧ સૂત્ર ૧૮માં કહ્યું છે જે જીવના
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨