Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧૬) નૈસષ્ટિકી ક્રિયા. પણ એ પ્રકારની છે—જીવ નૈસૃષ્ટિકી અને અજીવ નેસૃષ્ટિકી. રાજા વગેરેના આદેશથી યંત્ર વિગેરે દ્વારા પાણી વગેરેનું કાઢવુ જીવ નૈસષ્ટિકી ક્રિયા છે અને ધનુષ્ય વગેરેથી તીર વગેરેને ઢેડવા અજીવ નૈસૂષ્ટિકી ક્રિયા છે.
(૧૭) આજ્ઞાપનિકી ક્રિયા પણ એ પ્રકારની છે-જીવ અજ્ઞાપનિકી અને અજીવ આજ્ઞાપનિકી જીવના વિષયમાં આજ્ઞા આપનારને જીવ આજ્ઞાપનિકી અને અજીવના વિષયમાં આજ્ઞા આપનારાને અજીવ--આજ્ઞાપનિકી ક્રિયા લાગે છે.
(૧૮) વૈદારણિકી ક્રિયા પણ એ પ્રકારની છે-જીવવૈદારણુિકી અને અજીવ વૈદારણુકી જીવને વિદારણા કરવાથી (ચીરવાથી-ફાડવાથી) જીવ વૈદારણિકી અને અજીવને વિદારણ કરવાથી અજીવ વૃંદારણુકી ક્રિયા થાય છે આને જીવવૈદારિકા અને અજીવવૈદારિકા પણ કહે છે.
(૧૯) અનાભાગપ્રત્યયિકી ક્રિયાના પણ એ ભેદ છે—મનાયુકતાદાનતા અને અનાયુકત પ્રમાનતા ઉપયાગ લગાવ્યા વગર-અસાવધાનીથી વસ્ત્ર પાત્ર વગેરેને ગ્રહણ કરવા અનાયુકતાદાનતા છે અને ઉપચેગ શૂન્યતાથી વસ્ત્રપાત્ર આદિત્તુ પ્રમાર્જન કરવું' અનાયુકતપ્રમાનતા છે,
(૨૦) અનવકાંક્ષાપ્રત્યયિકી ક્રિયા પણ એ પ્રકારની છે-આત્મશરીરાનવકાંક્ષાપ્રત્યયા અને પરશરીરાનવકાંક્ષાપ્રત્યયા જે પુરૂષ પાતાના શરીરની પણુ દરકાર ન રાખીને પેાતાને નપુસક આફ્રિ બનાવવા માટે પેાતાના જ અંગાપાંગનું છેદન વગેરે કરે છે તેને આત્મશરીરાનવકાંક્ષાપ્રત્યયા ક્રિયા લાગે છે અને જે પારકા શરીરના જેમ કે ખળદ વગેરેના શરીરના અંગાપાગનું છેદન વગેરે કરે છે તેની ક્રિયાપરશરીરાનવકાંક્ષાપ્રત્યયા કહેવાય છે.
(૨૧) પ્રેમપ્રત્યયા ક્રિયા પણ એ પ્રકારની છે, માયાપ્રત્યયા અને લાભ
મયા,
(૨૨) દ્વેષપ્રત્યયા ક્રિયા પણ એ પ્રકારની-છે ક્રોષપ્રત્યયા અને માનપ્રત્યયા, (૨૩) પ્રાયેાગિકી ક્રિયા તે છે જે પ્રયેાગદ્વારા ઉત્પન્ન થાય છે. આના ત્રણ ભેદ છે—મન વચન અને કાચાના પ્રયાગથી થનારી, મનના વ્યાપારથી થનારી ક્રિયા મનઃપ્રાચેાગિકી છે. વચનના વ્યાપારથી થનારી વચન પ્રાગૈાગિકી અને કાયાના વ્યાપારથી થનારી કાયપ્રાયાગિકી ક્રિયા કહેવાય છે.
(૨૪) સામુદાનિકી ક્રિયા પણ ત્રણ પ્રકારની છે-અનન્તર, પરમ્પર અને તદ્રુભય જે ક્રિયાના કાળમાં વ્યવધાન-(અન્તર) ન હેાય તે અનન્તરસામુદાનિકી જેના કાળમાં અન્તર હાય તે પરસ્પર અને જેના કાળમાં કદાચિત વ્યવધાન (અન્તર) હાય અને કદાચિત ન હોય તે તદુલયસામુદાનિકી ક્રિયા કહેવાય છે. (૨૫) અય્યપથિકી ક્રિયા તે છે જે માત્ર શરીર અથવા વચનથી થાય,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૭