Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મિથ્યાદર્શન પ્રત્યયા અને તદુવ્યતિરિકત મિથ્યાદર્શન પ્રત્યયા પિતાના પરિ. માણથી જે ઓછું હોય તેને ઉન” અને જે વધું હોય તેને અતિરિત કહે છે. તાત્પર્ય એ છે કે આત્મા હકીકતમાં કર્મોદય અનુસાર પ્રાપ્ત શરીરના પ્રમાણમાં હોય છે. કોઈ મિયાદષ્ટિ તેને અંગૂઠાની બરાબર માને છે, કોઈ જવની બરાબર કઈ સામાના ચોખાની બરાબર ન્યૂન રૂપમાં માને છે. કોઈ આત્માને સર્વવ્યાપક કહીને અધિક પ્રમાણે માને છે. આ રીતે માનવાથી ઉનાતિરિકત મિથ્યાદર્શન પ્રત્યયા કિયા લાગે છે અને તેનાથી સાપરાયિક આસવ થાય છે. ઉનાતિરિત મિથ્યાદર્શનથી જે મિથ્યાદર્શન ભિન્ન છે તે તદુવ્યતિરિકત મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા છે જેમ કે–આત્માનું અસ્તિત્વ જ નથી એમ માનવું.
(૧૧) દાર્શનિકી (દષ્ટિજા) ક્રિયા પણ બે પ્રકારની છે-જીવદૃષ્ટિકા અને અજીવદટિકા અશ્વ વગેરેને જેવા જનારાને જે કર્મબન્ધનું કારણ છે તે જીવ દષ્ટિકા તથા અજીવ ચિત્ર વિગેરેને જોવા માટે જનારાઓને જે કર્મબન્ય રૂપ વ્યાપાર છે તે અજીવદૃષ્ટિકા ક્રિયા કહેવાય છે.
(૧૨) સ્પેશિકી ક્રિયા પણ બે પ્રકારની છે, જીવ પશિ કી અને અજીવ સ્પેશિકી બંનેનું સ્વરૂપ દૃષ્ટિક ક્રિયાની બરાબર સમજી લેવું જોઈએ. તફાવત એ છે કે અહીં જોવાના સ્થાને “સ્પર્શ કરવો” એમ કહેવું જોઈએ.
પૃષ્ટિકા ક્રિયા પણ બે પ્રકારની છે-જીવપૃષ્ટિક અને અજીવ પૃષ્ટિક રાગ તથા ષથી પ્રેરિત થઈને જીવના વિષયમાં અથવા અજીવના વિષયમાં પૂછનારાને જે કર્મબન્ધ રૂપ વ્યાપાર હોય છે તે જીવપૃષ્ટિકા અને અછવપૃષ્ટિકા ક્રિયા છે.
(૧૩) પ્રાતીતિકી ક્રિયા પણ બે પ્રકારની છે-જીવાતીતિકી અને અજીવ પ્રાતીતિકી જીવના નિમિત્તથી જે કર્મબધ રૂપ વ્યાપાર થાય છે તે જીવપ્રાતી તિકી અને અજીવના નિમિત્તથી જે કર્મબન્ધ રૂપ વ્યાપાર થાય છે તે અજીવપ્રાતીતિકી ક્રિયા છે.
(૧૪) સામજોપનિપાતકી ક્રિયા પણ બે પ્રકારની છે-જીવ સામોપનિપાતિકી અને અજીવ સામોનિપાતિકી કેઈને બળદ ઘણે સુંદર છે. જેમ-જેમ કે તેને જુવે છે અને તેના વખાણ કરે છે, તેમ બળદને માલિક ખુશ થાય છે. આને જીવ સામન્તોપનિપાતિકી ક્રિયા લાગે છેઆવી જ રીતે અજીવ ભવન વગેરેની પ્રશંસા સાંભળીને હર્ષિત થનારાને અજવસામોપનિપાતિકી ક્રિયા લાગે છે.
(૧૫) સ્વાહસ્તિકી ક્રિયા પણ બે પ્રકારની છે જીવસ્વાહસ્તિકી અને અજીવવાહસ્તિકી પિતાના હાથે ગ્રહણ કરેલી અજીવ તલવાર આદિથી કઈ જીવને મારવું અજવસ્વાહસ્તિકી ક્રિયા છે અથવા પોતાના હાથે જીવને માર માર જીવસ્વાહસ્તિકી અને અજીવને તાડન કરવું અજવસ્વાહ રિતકી ક્રિયા છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૬