Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र -५, प्रथम किरणे
१५ વળી ઇન્દ્રિયમનરૂપ નિમિત્તજન્ય જ્ઞાન પરોક્ષ છે, કેમ કે-ત્યાં સંશય-વિપર્યય-અનધ્યવસાયનો સંભવ છે. જેમ કે ઇન્દ્રિયમનનિમિત્તજન્ય અસિદ્ધ અનૈકાન્તિક-વિરુદ્ધ અનુમાના ભાસ. સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ અનિન્દ્રિયજન્ય જ્ઞાનનું પરોક્ષપણું સિદ્ધ થાય છે.
૦ ત્યાં નિશ્ચયનો સંભવ છે. જેમ કે–ધૂમ આદિથી વહ્નિનું અનુમાન.
૦વળી જે પ્રત્યક્ષ (અત્યંત સ્પષ્ટ) છે, ત્યાં સંશય વગેરે હોતા નથી, પરંતુ માત્ર નિશ્ચય હોય છે. જેમ કે-અવધિ આદિરૂપ પ્રત્યક્ષ જ્ઞાન.
તે નિશ્ચયત્વ માત્ર લક્ષણ જો પરોક્ષનું કરવામાં આવે, તો અવધિ આદિમાં વ્યભિચાર-અતિવ્યાપ્તિ છે. એના વારણ માટે સંકેત-સ્મરણ આદિપૂર્વક નિશ્ચયત્વ કહેવાથી દોષ નહિ આવે. જે સંશય-વિપર્યયઅનધ્યવસાય જાતિનું જ્ઞાન છે તે પરોક્ષ છે. જેમ કે-અનુમાનાભાસ. ઇન્દ્રિય-અનિન્દ્રિયજન્ય જ્ઞાન પણ સંશયાદિ જાતિનું છે. એ પ્રમાણે જે સંકેત-સ્મરણ આદિપૂર્વક નિશ્ચય સ્વભાવવાળું ઇન્દ્રિય-અનિન્દ્રિયજન્ય જ્ઞાન છે તે પરોક્ષ છે. આવા બે અનુમાનોથી ઇન્દ્રિય-મતિ-શ્રુત આદિ પરોલમાં સંકેત-સ્મરણ આદિપૂર્વક નિશ્ચયત્વ છે. અવધિ આદિમાં સંકેત-સ્મ
શ્ચિય નથી. શંકાઅવધિ આદિ મનરૂપ નિમિત્તજન્ય હોઈ પરોક્ષ થશે જ ને?
સમાધાન – મન:પર્યાપ્તિથી અપર્યાપ્ત (કરણ-અપર્યાપ્ત) મનુષ્ય-દેવ આદિમાં અવધિજ્ઞાનનું શ્રવણ હોવાથી, અવધિ આદિ જ્ઞાનો, મન આદિ વિદ્યમાન હોવા છતાં મનરૂપ નિમિત્તજન્ય નથી. જેમ કેસયોગ કેવલીમાં ઇન્દ્રિય-મન આદિ હોવા છતાં ઇન્દ્રિય-મનજન્ય કેવલજ્ઞાન નથી. આ પરોક્ષ, વ્યવહારનયની અપેક્ષાએ પ્રત્યક્ષ હોઈ સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે.
तत्र पञ्चविधज्ञानमध्ये किं वा पारमार्थिकप्रत्यक्षं किं वा परोक्षमिति शंकायामाह -
तत्रावधिमनःपर्यवकेवलानि पारमार्थिकप्रत्यक्षाणि । मतिश्रुते परोक्षे । परोक्षमपि सांव्यवहारिकप्रत्यक्षस्मरणप्रत्यभिज्ञातर्कानुमानागमभेदात् षड्विधम् ॥ ५ ॥
तत्रेति, स्पष्टम् । परोक्षस्य प्रकारान्तरेण भेदमाह परोक्षमपीति । अपिशब्दः पुनरर्थे, मतिश्रुतभेदेन द्विविधमपि परोक्षं पुनस्सांव्यवहारिकप्रत्यक्षादिभेदेन षड्विधमिति भावः । समीचीनो बाधारहितो व्यवहारः प्रवृत्तिनिवृत्तिलक्षणस्संव्यवहारः, तत्र भवं स एव वा प्रयोजनमस्येति सांव्यवहारिकं तच्च तत्प्रत्यक्षञ्च सांव्यवहारिकप्रत्यक्षमिति विग्रहः । बाह्येन्द्रियादिसामग्रीसापेक्षत्वाद्वस्तुतः परोक्षमेवेति परोक्षमध्ये परिगणितमेतत् । अनुमानादिभ्योऽतिरेकेण नियतवर्णाकाराणां प्रतिभासनाच्चानुमानादितो भेदेनोत्कीर्तनम् । सामान्यतो हि स्पष्टत्वं प्रत्यक्षस्य लक्षणं तच्चानुमानाद्याधिक्येन विशेषप्रकाशनं, एतदपेक्षया च पारमार्थिकप्रत्यक्षस्येवास्यापि प्रत्यक्षत्वम्, गाढान्धकारे मलिनवस्तुसंवेदनमपि संस्थानमात्रे