Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬ ૧૧ ૯ અક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦
પુના આચાર્ય રામચંદ્રસૂરી
તાર મળ્યો, રાજકોટ, ખંભાત, વડોદરા કે સુરતમાંથી સંવચ્છરીના નિર્ણય માટે સ્થાન પસંદ વિહાર કરી તાર કરો. હું આવું, તમારું અને મારું વાદિ પ્રતિવાદીપણું નક્કી છે. મારા પહેલા તાર મુજબ નવ સદ્ગુહસ્થોના નીમેલ પંડિત અને સરપંચ રહેશે ફરીથી જણાવું છું કે જીવાભાઇની સાથે આવેલ સહીવાળો કાગળ જીવાભાઇ, નગીનભાઈ, પોપટભાઈ અને ગીરધરભાઈની સાથે નક્કી થયેલ કરારથી ઉલટો જ હતો.
તા. ૧-૬-૩૭ અલીયાબાડા આનંદ સાગર
આનન્દસાગરસૂરીશ્વરજી
અલીયાબાડા તા. ૨-૬-૩૭ રામચંદ્રસૂરીજી તમને જણાવવા માટે મને ફરમાવે છે કે - તાર મળ્યો, મારા તારનો જવાબ નહીં જણાવવાથી (દેખાવાથી) દિલગીર છું. જીવાભાઈએ આણેલો મુસદો શરતોથી જુદે હતો કે નહિ તે તમારે જીવાભાઈની સમક્ષ સાબીત કરવાનું છે. મુંબઈ સમાચાર જૈનચર્ચાના લેખ ઉપર તમે મને તાર કર્યો જે હું ખુશીથી સ્વીકારું છું. તમે તેનો જવાબ વાળી શકયા નથી હજી પણ જો તમે અને વિજયનેમિસૂરીજી તે પ્રમાણે જાહેર કરો તો હું સુરત આવવાને મારું બનતું સઘળું કરીશ, મહેરબાની કરીને મને બેઉની સહીઓ સાથે જણાવો.
પુના કેમ્પ ૨-૬-૩૭ કેશવલાલ માણેકલાલ
રામચંદ્રસૂરી, વેતાલપેંઠ જૈન મૂર્તિપૂજક મંદિર પુનાસીટી,
જીવાભાઇ, નગીનભાઈ, ગીરધરભાઈ, પોપટભાઈ સમક્ષ નક્કી થયેલ કરારથી અમોને વિહાર કરાવ્યા પછી અહિંના કરારની માગણીથી મુંબઇથી આવેલ કાગળ ઉલટો અને ખાનગી શરતવાળો હોઈ, અન્યાયી હતો એમ વણથલીમાં ઘણા માણસો વચ્ચે પુરવાર કરવામાં આવ્યું હતું, અને મૂલ કરાર ઉપર સહી લાવવાને કોઈ પણ તૈયાર ન હતું. એ સત્ય જીવાભાઈને મોકલો તો હજી પણ ઘણાની હાજરીમાં સાબીત કરી શકાય એમ છે. બે તારથી તમને વિહાર કરવા સૂચવ્યા છતાં ઉત્તર નથી. શનિવારના લેખના ઓઠા તળે ખોટાં બહાનાં લઈ તમારી જોખમદારીમાંથી છટકી જઈ તમે પુનાથી વિહાર કર્યો નથી. જુઠા થયેલ વળગી એકપક્ષ (૧૫ દિવસ) વિહાર કરી ગુમાવી દેવામાં આવ્યું છે તેથી તમો મારી સાથે સંવચ્છરીનો શાસ્ત્રાર્થ કરવા બિલકુલ તૈયાર નથી એમ સ્પષ્ટ થાય છે.
આનંદસાગર જામનગર ૩-૬-૩૭