Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 480
________________ ૩૮૦: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • સમાલોચના ૧. મહાત્માઓના ઉપદેશ અને ભક્તિ ખરેખર શોક નિવારવામાં અપૂર્વ સાધન છતાં મહાત્માનો - વિયોગ એ એટલી બધી દુઃખદાયક ચીજ છે કે ભક્તિને ભૂસવા નહિ દેતાં પણ શોકનું સ્થાન ખસતું નથી. ત્રિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્ર-પર્વ-૧૦ સર્ગ-૧૩ પાનું-૧૮૧માંजगद्गुरोर्वपुर्नत्वा बाष्पायितदृशः सुराः । अदूरे तस्थुरथ ते शोचनाः स्वमनाथकम् ॥२४९॥ आमोच्य वाससी दिव्ये शक्रः स्वामिवपुः स्वयम् । उद्दधे नयनांभोभिर्भूयोऽपि स्नपयन्निव ॥२५२॥ विमानवरकल्पायां शिबिकायां प्रभोर्वपुः । शक्रो न्यधादृश्यमानः साश्रुदृग्भिः सुरासुरैः ॥२५३॥ सुराः स्वनयनांभोजपयोभिः पुनरक्तया । गन्धांबुवृष्टया परितः सिषिचुर्वसुधातलम् ॥ २५६॥ मृदंगपणवादीनि वाद्यानि शतशो दढम् । धुसदस्ताडयामासुर्निजोरः स्थलवत्शुचा ॥२५८॥ स्वामिनः शिबिकाग्रे च ननृतुः सुरयोषितः । स्खलच्चारीक्रमाः शोकानर्तक्योऽभिनवा इव ॥२५९॥ श्रावकाः श्राविकाश्चापि भक्तिशोकसमाकुलाः । विदधू रासकगीतं रुदितं च सहैव हि ॥२६१॥ तदा साधुषु साध्वीषु चात्यन्तं विदधे पदम् । शोकः कोकनदेष्वर्कात्ययेय निद्रेव भूयसी ॥२६२॥ ततश्चितायां निदधे स्वामिनोऽङ्गं पुरन्दरः। विदीर्यमाणहृदय इवात्तः शोकशंकुना ॥२६३॥ ઉપરના શ્લોકોથી ભક્તિની સાથે દેવતાઓ શોક કરતા હતા તે સ્પષ્ટ છે. તે સમજવા માટે ભક્તિ અને શોકના કાર્યનો ક્રમ નીચે જણાવવામાં આવે છે. ભક્તિકાર્ય શોકકાર્ય ૨૪૯માં જગદ્ગુરૂના શરીરને નમસ્કાર આંસુ સહિત દ્રષ્ટિ ૨૫રમાં દેવતાઈ બે વસ્ત્રોનું પહેરાવવું નેત્રના પાણી વડે સ્નાનની ઘટના ૨૫૩માં શિબિકામાં ભગવાનના શરીરને સ્થાપન કરવું આંસુવાળી દ્રષ્ટિએ સુરાસુરોનું દેખવું ૨૫૬માં સુગંધી પાણીએ જમીનનું સચવું પોતાના નેત્રના પાણીથી મિશ્રણ થવું ૨૫૮માં ઢોલ વિગેરે વગાડવાં શોકથી પોતાની છાતી કુટવી ૨૫૯માં દેવીઓનું નાચવું શોકવાળી નાટકીયોની માફક ગતિની અલના ર૬૧માં રાસડા દેવા રોવું ૨૬૩માં ચિત્તામાં શરીર મૂકવું શોકથી છાતીનું ફાટવું

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494