Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 490
________________ વ.૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧) SIDDHACHAKRA (Regd. No. B. 3047. શ્રી જૈનશાસનમાં અહિંસાનું ઉચ્ચ સ્થાન કેમ? સર્વ જનતાની અંદર દરેક મતવાળાઓ અહિંસાને પરમસ્થાન આપે છે અને તે અહિંસાના ( ઉચ્ચસ્થાન દ્વારાએ પોતાના મતનું ગૌરવ પણ માને છે. વાસ્તવિક રીતે વિચાર કરીએ તો અહિંસા એક ૨) જ એવી ચીજ છે કે જેમાં સમજુ અને અણસમજુ એવા સર્વ જીવોના હિતનો સમાવેશ થાય છે. દેશવિશેષ અને જાતિવિશેષ કરીને ભાષાના ભેદોની વિચિત્રતા હોવાથી તેમજ સ્થાવર અને જંગમ એવા બે પ્રકારના (G પ્રાણીઓની અગર સ્પષ્ટ ભાષા બોલનાર અને અસ્પષ્ટ ભાષા બોલનાર પ્રાણીઓની અથવા સંકેતને સમજનાર અગર સંકેતને નહિં સમજનાર પ્રાણીઓની વિચિત્રતા હોવાને લીધે કે એવાં બીજાં અનેક ( કારણોને લીધે સત્ય અને અસત્યપણાનો નિર્ણય કરવો તે સર્વ જીવોમાં એક સરખી રીતે હોઇ શકતો ) નથી. તેમ હોતો નથી. વળી જૈનેતરદર્શનવાળાઓ એકલા સત્યશબ્દને આગળ કરનારા હોય છે, અને તેઓ યમ કે નિયમ કુશલધર્મ કે વ્રત સત્યના નામ ઉપર જ ચઢાવે છે, પરંતુ તેઓ જગતના પદાર્થોનો વિભાગ તત્વની દ્રષ્ટિએ કે તત્વના નામે કરતા નથી અને તેથી આત્મકલ્યાણ કે મોક્ષમાર્ગની આરાધનાને માટે વપરાતા વાકયને સત્ય તરીકે ગણવા અને તે સિવાયના આત્મકલ્યાણ કે મોક્ષમાર્ગની પ્રતિકૂળતાવાળાં વાકયોને અસત્ય તરીકે ગણવા તૈયાર થયેલા નથી અને તેથી જ તેઓને તત્ત્વદ્રષ્ટિને અનુલક્ષીને બોલાતું જ સત્ય અને જગતની દ્રષ્ટિ કે જે અસત્ય હોય તો પણ સત્ય તરીકે ગણવાથી ઉભી થયેલી છે અને ચાલે છે. અને તેને આધારે નિર્ધન એવા મનુષ્યને પણ નામથી લક્ષ્મીપતિ હોય તો લક્ષ્મીપતિ કહેવો વ્યાજબી (G જ ગણે છે અને તેવા અનેક વચનો બાહ્ય જગતની દ્રષ્ટિથી તત્ત્વ દ્રષ્ટિએ સત્ય નહિં છતાં સત્ય તરીકે ગણાય છે. પરંતુ તેવા જગતના વ્યવહારને સત્યને તત્ત્વદ્રષ્ટિને જણાવનાર શ્રી જૈનશાસન જ સત્ય અને અસત્યથી જુદો પાડી વ્યવહાર ભાષા તરીકે ઓળખાવે છે અને તેથી તે વ્યવહારભાષાને જૈનશાસ્ત્રકારો જ નથી તો સત્યની કોટિમાં મૂકતા તેમજ નથી તો અસત્યની કોટિમાં મૂકતા. કેમકે તેવા વ્યવહાર વાકય છે ધારાએ આત્મકલ્યાણ કે મોક્ષમાર્ગની આરાધના કે વિરાધનાની સાથે સંબંધ રહેતો નથી. આવી રીતે ? જૈન દર્શન અને જૈનેતરદર્શનોમાં સત્યાસત્ય અને અસત્યને અંગે સ્વરૂપનો ભેદ છે એટલું જ નહિં, પરંતુ જૈનદર્શનકારો સત્યને નિયમિત બોલવું જોઇએ એવા અર્થનો નિયમ જ્ઞાની માટે તો અશકય હોય જ, ' પરંતુ પરમજ્ઞાનીઓ માટે તો તે સર્વથા અશકય જ છે. જૈન અને જૈનેતર દ્રષ્ટિથી એ વાત તો સર્વ ) કોઇને કબુલ જ કરવી પડશે કે વિવેકી મનુષ્યોએ વચનને બોલતાં માત્ર સત્યપણાનો જ વિચાર કરવાનો હોય છે એમ નહિં, પરંતુ જે વચન બોલવામાં આવે છે તે પોતે કોઈ આવેશને લીધે છે | (જુઓ ટાઈટલ પાનું ૩)

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494