Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
રૂપ શ્રી સિદ્ધચક્ર)
અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ ૧. વાદી પ્રતિજ્ઞા કર્યા પછી જિજ્ઞાસુ કહેવાય? ૨. સભા સમક્ષ કહેલી ઘણી જાહેરાતોમાં એકની જ પ્રતિજ્ઞા જણાવાય તો બાકી માટે શું? ૩. શાસ્ત્રીય પુરાવા બહાર પડયા પછીની જાહેરાત સભા સમક્ષના નિર્ણય માટે હોય.
તા.ક. જણાવેલી ત્રણ પ્રતિજ્ઞાઓ ઉપર સહી થઈને તમારા તરફથી નહિં આવે તો વૈશાખ સુધીની સભા અગર અહિંની સભામાંથી જે રસ્તો લેવામાં આવે તેમાં તમારે વાંધો નથી એમ ગણાશે.
આનંદસાગર સદ. પોતે. ઉપરના પત્રનો આવેલ જવાબ નીચે મુજબ - પરમ ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી અમદાવાદથી લિ. તેઓશ્રીનો ચરણકિકર મુનિ ભદ્રંકરવિજય તત્ર આચાર્ય શ્રી સાગરાનંદસૂરીજી પાલીતાણા જોગ જણાવાનું કે તા. ૨-૧૨-૪૦ના તમારા કાર્ય પૂર્વે “મુનિ હંસસાગર' સહિતના કાર્ડ સિવાય તમારા તરફથી તાર કે કાર્ડ મારા ઉપર આવેલ નથી. કોઈ સંઘવીને કે અન્યને તમને પહોંચાડવાના સમાચાર મેં કહ્યા નથી. હું વાદિ હતોય નહિ અને છુંય નહિં. આચાર્ય શ્રી વિજયતિસૂરીજીવાળું મજકુર પાનું શ્રીતપાગચ્છની માન્યતા મુજબનું અને સાચું છે એવી જો તમે મને ખાત્રી કરાવી આપો તો હું તેમાં જણાવ્યા મુજબ માનવા, વર્તવા અને તેથી વિરુદ્ધ જે માન્યું - કર્યું હોય તેનું પ્રાયશ્ચિત્ત લેવા પણ તૈયાર છું. આ વાત તમને જણાવવા છતાં તમે મજકુર પાનાની ખાત્રી કરાવી આપવા તૈયાર થતા નથી અને આડી અવળી વાતો કરો છો એ ખેદનો વિષય છે. ધરણેન્દ્ર શ્રી પૂજયવાળી વાત વિષય મેં તમને જણાવી દીધું છે અને મજકુર પાનાનું વિધાન ૧૫૭૭નું સાચું છે એમ તમે પૂરવાર કરી શકો તો બીજા પ્રશ્નને અવકાશ જ રહેતો નથી. આથી હજુ પણ તમો મા શુ.૧ના મારા પત્રમાં જણાવેલી રીતે પાનાને સાબીત કરવા તત્પર બનો એજ મારી માગણી છે. સાચી રીતિએ આરાધના થાય અને તિથિ દિનચર્ચા નિમિત્તનો કલહ દૂર થાય એવી ભાવનાવાળાથી તો મારી આ સરલમાં સરલ માંગણી તે નકારી શકાય નહિં. આ વિના તમે જે સભા કે બીજું કરો તેમાં હું સંમત છું કે મારે વાંધો નથી એમ ગણાય જ નહિં. શ્રીવીર સં. ૨૪૬૭ વિ.સં. ૧૯૯૭ના માગશર સુદ ૫ તા. ૪-૧૨-૪૦ બુધવાર.
મુનિ ભદ્રંકરવિજય સ. દ. પોતે