Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સમાલોચના
૧. ૨.
૫.
શ્રી અભયદેવસૂરીજી પોતાની સેવા કરનાર તરીકે શ્રી જિનભદ્રને જણાવે છે, નહિ કે જિનવલ્લભને. શ્રી ભગવતીજીની ટીકામાં સાહચ્યકારક તરીકે અથવા પ્રથમાદર્શ કરનાર તરીકે પણ બીજા જ મહાત્માઓને જણાવે છે પણ જિનવલ્લભને નથી જણાવતા. ટીકાઓના શોધનાર તરીકે પણ શ્રી દ્રોણાચાર્યજી કે જેઓને પંચલિંગી વૃત્તિકાર ખરતર જિનપતિ વગેરે પૂર્વ પક્ષકાર તરીકે જણાવે છે તેઓને શોધક તરીકે જણાવે છે પણ જિનવલ્લભને જણાવતા નથી. આચાર્ય મહારાજ શ્રી અભયદેવસૂરીજી સંવત ૧૦૮૦ થી ૧૧૨૮ સુધીના પોતાના સાહિત્યમાં કોઇપણ જગા પર જિનવલ્લભનો ઉલ્લેખ કરતા નથી. જિનવલ્લભના અષ્ટ તતતિકા આદિ લખો મજબ પણ ૧૧૩૮માં શ્રુત ભણવા માટે લીધેલી ઉપસંપ છોડી અસલ કુર્યપુરગચ્છમાં આવી ગયાનું જણાવે છે. શ્રીવજસ્વામીજીએ શ્રી ભદ્રગુપ્તસૂરી પાસે અને શ્રી આર્યરક્ષિત સૂરીજીએ શ્રી વજસ્વામી પાસે ઉપસંપદ લઇ અભ્યાસ કરેલો છતાં શ્રી સિંહગિરીજી અને તોસલિપુત્રાચાર્યના શિષ્ય જ ગણાયા છે. પણ શ્રી ભદ્રગુપ્ત કે શ્રી વજસ્વામીના શિષ્ય કે પટ્ટધર ગણાયા નથી. ૧૧૩૭માં લખેલ કોટયાચાર્ય રાવશ્યકથી અને ખુદ પોતે કરેલ ૧૧૩૮ ના અષ્ટ સહતિકાથી સ્પષ્ટપણે જિનવલ્લભે ઉપસંપદાનો ત્યાગ જણાવી પોતાને કુર્યપુરીયગચ્છના અને તે ગચ્છના જિનેશ્વરના શિષ્ય તરીકે ઓળખાવે છે તો પછી અન્યથા કહેનારા તેમને શું કહેનારા માનશે?
(દેલા. બુદ્ધિ)
૧. ભગવાન મહાવીર મહારાજે શ્રી ગૌતમાદિ પ્રતિનિધિ થવાની વાત આગળ કરી નહોતી. ૨. ભગવાન મહાવીરે સ્કંદકને પણ પ્રતિનિધિ બનાવ્યો નહોતો.
શ્રી થાવચ્ચા પુત્રે શુક્રને પ્રતિનિધિ નહોતા ઠરાવ્યા. ઇત્યાદિ સત્ય માર્ગ રહેલા ને બીજાને સત્યમાર્ગ નક્કીપણે સમજાવવામાં બહાના હોય જ નહિં. જુદું જાહેર થવાના ભયથી આવાં બહાનાં લેવાતાં હોય તો તે શાસનને હિતકર નથી.
(વીર ! રામ-શ્રીકાંતા)
૧. આચાર્ય શ્રી સિદ્ધિસૂરીજી અને સુશ્રાવક કાંતિલાલ સંબંધમાં - કથીર શાસન અને જૈન પત્રમાં
આવેલું લખાણ સત્યથી સર્વથા વેગળું છે તેથી તેવા તર્કટી લખાણોનો જવાબ અપાય નહિં. ! ૨. આચાર્ય શ્રી સિદ્ધિસૂરીજી અને સુશ્રાવક કાંતિલાલ પોતાની ખુદની સહીથી વચન ભંગ થયો છે એમ જાહેર કરે તો તેનો ઉત્તર આપવો વ્યાજબી ગણાય.
(કથીર ! જૈન !)