Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧)
SIDDHACHAKRA
(Regd. No. B. 3047.
સદ્ગુરૂ અને મગુરૂનો વિભાગ
જૈનશાસ્ત્રને વાંચનારાઓ જ્ઞાન દર્શન અને ચારિત્રને માટે એક ગચ્છના સાધુને બીજા ૦ ગચ્છમાં જવાની અને તેની નિશ્રામાં રહેવાની જરૂર પડે છે અને તેવી રીતે જે સ્વગચ્છમાંથી
બીજા ગચ્છમાં જઈને રહેવામાં આવે તેને શાસ્ત્રકારો ૩૫સંપન્ એવું નામ આપે છે. જો કે જ્ઞાનને અંગે એવી રીતે લેવાતી ઉપસંપદા તથા દર્શનને અંગે સમ્યગદર્શનની પ્રભાવના કરનાર શાસ્ત્રોને માટે લેવાતી સંપત કે જેને દર્શનોપસંપર્ કહેવામાં આવે છે. તે બને એટલે જ્ઞાન ઉપસંપર્ અને દર્શન ઉપસપ શાસ્ત્રકારો નવ નવ પ્રકારની જણાવે છે. સૂત્ર, અર્થ અને તદુભયને માટે ઉપપત્ લેવાતી હોવાથી જ્ઞાન અને દર્શન બન્નેના મૂલ ત્રણ ભેદો સૂત્રો પસંપન્ - અર્થોપસંપત્ અને ઉભયોપસંપર્ તરીકે ગણવામાં આવે છે અને તે સૂત્ર અર્થ અને તદુભયમાં પણ દરેકના ત્રણ ત્રણ ભેદો ગણવામાં આવે છે. એટલે સૂત્ર અર્થ કે તદુભયને નવા લેવા હોય તો તેને જ્ઞાન કે દર્શનની ગ્રહણ ઉપસંપદા કહેવામાં આવે છે, જો તે સૂત્ર અર્થ અને તદુભય લીધેલા છતાં પરિચિત થઈને સ્થિર ન થયા હોય તો તેને સ્થિર કરવા માટે જે અન્યગચ્છના આચાર્ય પાસે ઉપસંપર્ લેવી પડે. તો તેને વર્તનોપસંપર્ કહેવામાં આવે છે. એ બે પ્રકારની જ્ઞાન અને દર્શનની સંપદા જણાવવા સાથે શાસ્ત્રકાર મહારાજ તે જ જ્ઞાનદર્શનની ત્રીજી ઉપસંપદા એવા
માટે જણાવે છે કે - જેને જ્ઞાન કે દર્શનપ્રભાવક શાસ્ત્રો ગ્રહણ પણ કરેલા હોય પરિચિત કરીને ' સ્થિર કરેલા હોય, છતાં વિસ્મરણાદિક કાર્યોને અંગે કોઇક કોઇક પ્રદેશમાં તે સૂત્ર-અર્થ કે તદુભય
ખંડિત થયા હોય તો તેને અખંડિત કરી પૂર્ણ કરવા માટે જે ગચ્છાન્તર આચાર્યની ઉપસંપદા લેવી પડે તેને સંઘનાપસંપર્ કહે છે. એટલે જ્ઞાન અને દર્શનપ્રભાવક શાસ્ત્રોની અપેક્ષાએ દર્શનની ઉપસંપદાઓના નવ નવ પ્રકાર જણાવે છે. આ ઉપસપના વિધાનમાં શાસ્ત્રકારો મુખ્ય માર્ગ પૂર્વાચાર્યના હુકમથી અને જેને માટે હુકમ દીધેલો હોય તે જ આચાર્યની પાસે ઉપસંપદાનું ગ્રહણ કરવું તેને જ શુદ્ધ ઉપસંપદા તરીકે જણાવે છે. પોતાના આચાર્યના કહ્યા સિવાય અગર પોતાના આચાર્ય ન જણાવેલા હોય તેવા આચાર્યની પાસે ઉપસંપન્ લેવાય જ નહિં. આ એમ કહેવાનો
ભાવાર્થ નથી, પરંતુ તેવી ઉપસંપદાને શાસ્ત્રકારો શુદ્ધની કોટિમાં ગણતા નથી. આ જ્ઞાન અને ના દર્શનની ઉપસંપદા યાવજજીવનને માટે હોતી નથી. કેમકે તે બે ઉપસંપદાઓમાં ગ્રહણઆદિક Tી સમાપ્ત થયે અગર સૂત્રાદિકના તે તે અંશની સમાપ્તિ થાય
લઈને રહેલાનું વિસર્જન કરવાનું વિધાન શાસ્ત્રકારોએ ખુલ્લા શબ્દોમાં જણાવેલું છે. વળી સૂત્રાદિકને માટે ઉપસંપત્ લઈને રહ્યા પછી પણ જો તે સૂત્રાદિકને ગ્રહણ કરવા વિગેરેમાં પ્રમાદ વિગેરેથી વધારે અલના કરે તો તે પણ ચલાવી લેવાની શાસ્ત્રકાર મનાઈ કરે છે. આ હકીકત ધ્યાનમાં રાખનારો મનુષ્ય હેજે સમજી શકશે કે જ્ઞાન અને દર્શન માટેની જે નવ નવ પ્રકારની સંપદાઓ
(જુઓ ટાઈટલ પાનું ૩)