Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૭૨ : શ્રી સિદ્ધચક્ર)
પોતાનું નથી. પોતાને હાથે કેઇને સ્મશાનમાં ભસ્મભૂત કરી આવ્યા છીએ એ મરનાર શું સાથે લઈ ગયા તે નથી ખબર? જયારે તે નથી લઇ ગયા તો આપણે કયાંથી સાથે લઇ જવાના? જે પદાર્થો મૂકીને જવાના છે તેને વરદાનમાં માગવાથી લાભ શો? દેવ પ્રસન્ન થાય તો તેની પાસે સમ્યષ્ટિની માગણી કેવી હોય? સુલસા દેવને
કહે છે કે : જે જોઇએ છે તે તારી પાસે છે કાં કે માગું?’ તાત્પર્ય કે મ્હેલવું પડે તે માગવાથી શું?
માગવાનું તો તેવું જોઇએ કે જે મ્હેલવું ન પડે.
સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ચારિત્ર તે આત્માના પોતાના ગુણો છે તે જો મેળવ્યા હોય તો તે મ્હેલવા પડે તેમ નથી. દેવતાની પાસેથી
મળેલી ચીજો પણ મ્હેલવી પડવાની છે. દેવતાને પણ દેવતાઈ સાહ્યબી મ્હેલવી પડે છે. શાસ્ત્રકાર તેને અંગે ત્યાં સુધી કહે છે કે જો ઔદારિક શરીર હોત તો દેવતા કોઇ શાંતિથી મરત નહિં, પરંતુ તેની છાતી ફાડીને મરત ! દેવતાને વૈક્રિય શરીરમાંથી ચ્યવીને જવાનું કયાં? ગંદા ગર્ભાવાસમાં કે બીજે? નવ માસની કેદમાં કે ! તેમાં પણ મનુષ્ય માટે ઉંધે મસ્તકે લટકવાનું ! આવું જાણ્યા પછી તે દેવને શું થાય ? તે વિચારો ! વૈક્રિયશરીર એટલે છાતી વજ જેવી માટે ફાટતી નથી. ઔદારિક શરીર હોય આવું જાણ્યા પછી છાતીના ફાટીને સેંકડો કકડા થઇ જાય. વૈક્રિય શરીરમાં આહાર વૈક્રિય પુદ્ગલનો છે. આગળ તો તે એમ જાણે કે માતની કુખમાં
વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧
રૂધિર તથા વીર્યનો આહાર કરવો પડશે ત્યારે વિચારો કે તે દેવની કઇ હાલત થાય! ચારે ગતિમાં મેળવેલું મ્હેલવાનું છે. ત્રણ પલ્યોપમના આયુષ્યવાળો દેહ મેળવો કે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો દેહ મેળવો પણ મ્હેલવાનો નક્કી, નક્કી અને નક્કી! શરીર દશ મણનું ભલે હોય, મિલકત અબજોની હોય, પરિવાર હજારોનો હોય, પણ તે બધાનો એક સમયમાં જ નાશ થતાં એ બધાનો સમયમાં વિયોગ થતાં વાર લાગવાની નથી. દેવતા પાસે
સુલસાની માગણી જોઇ ગયા કે ન મૂકવું પડે તેવું આપી શકતો હોય તો આપ!' ન મૂકવું પડે તેનો અર્થ એજ થાય છે કે જે ભવાંતરમાં પણ આત્માની સાથે આવે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્ચારિત્ર આ ત્રણે એવાં છે કે જે મેળવેલાં મરણથી ચાલ્યાં જતાં નથી.
સન્નિપાતમાં ભલે સરખા હોય, પણ તે ગયા પછી પણ વિદ્વાન્ તે વિદ્વાન્ છે : અને મૂર્ખ મૂર્ખ છે !
અહિં પ્રશ્ન થશે કે : ‘મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાન, ઔપશમિક, ક્ષાયોપમિક સમ્યક્ત્વ તેમજ પરિહાર વિશુદ્ધિ તથા યથાખ્યાત આદિ જેવાં ચારિત્ર આવીને ચાલ્યા જાય છે એમ કહેવામાં આવે છે, તો અહિં જે કહેવામાં આવે છે કે સમ્યગ્દર્શન, સમ્યાન અને સમ્યક્ચારિત્ર મેળવેલાં ચાલ્યાં જતાં નથી એમ કહ્યું સમાધાન-હેલવું પડે છે અને
નથી મ્હેલવું તે સમજો. આ તો પરસ્પર વિરોધ થાય છે.'