Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(અનુસંધાન ટાઇટલ ૪ પાનાનું ચાલુ) સર્વ જીવોના પ્રાણોના અતિપાતથી બચવું અને ત્રસજીવોના પ્રાણોના અતિપાતથી બચવું એ કે બે વિભાગ પ્રાણાતિપાતશબ્દ રાખવાથી જ બની શકે છે અને તેથી સાધુ મહાત્માની તે પ્રતિજ્ઞાને મિસ મહાવ્રત કહેવામાં આવે છે અને ગૃહસ્થની પૂર્વે જણાવેલી પ્રતિજ્ઞાને અણુવ્રત તરીકે કહેવામાં આ આવે છે, જો કે પૃથ્વીકાય -અપકાય - તેઉકાય - વાઉકાય અને વનસ્પતિકાયને જેવાં સ્પર્શનેન્દ્રિય ૩. કાયાબળ - શ્વાસોશ્વાસ અને આયુષ્ય એવા ચાર પ્રાણી હોય છે તેવા જ ચાર પ્રાણો બેઈદ્રિય સ્કી
તેઇદ્રિય - ચઉરિંદ્રિય અને પંચેદ્રિય તરીકે ગણાતા જીવો કે જેઓ છ - સાત - આઠ અને ૪ જો દસ પ્રાણોને ધારણ કરનારા છે, તેઓને પણ તે (સ્પર્શનેન્દ્રિય, આદિ ચાર પ્રાણી તો એકેન્દ્રિયાદિની છે માફક જ) ધારણ કરનારા હોય છે, એટલે કહેવું જોઇએ કે એકેન્દ્રિયને મળેલા શરીરાદિક છે જે ચાર પ્રાણોની વિરતિ શ્રાવક ન કરી શકે તે જ ચાર પ્રાણોના નાશની વિરતિ બેઇન્ડિયાદિની Bક અપેક્ષાએ અવશ્ય કરે અને કરવી જોઇએ. એટલે પ્રાણના નાશથી વિરતિ કરવારૂપ વ્રત રાખવાથી કે મા સર્વવિરતિ અને દેશવિરતિ અથવા મોટી વિરતિ અને નાની વિરતિ જેવા વિભાગો થઈ શકે. આ
પ્રાણના નાશનું પાપ કેવું? આ જગા પર એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જૈનશાસ્ત્રકારો વિઝ સ્પર્શનેન્દ્રિયાદિ પ્રાણોના નાશને લીધે થવાવાળા પાપોની તીવ્રતા કે મંદતા કેવલ પ્રાણોના નાશ હર ઉપર નથી રાખતા. પરંતુ તે પ્રાણને ધારણ કરનારા પ્રાણીની મહત્તા અને અલ્પતા ઉપર તેના પર પ્રાણના નાશની મહતા અને અલ્પતા રાખે છે. આ વસ્તુ સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી જ શકશે કે શાસ્ત્રકારોએ પંચેન્દ્રિયના વધમાં અને માંસ કે જે ત્રસજીવોના શરીરરૂપ છે તેના જ
ભક્ષણમાં નરકે જવા જેટલું પાપ કેમ બતાવ્યું છે? તે સમજશે. શાસ્ત્રકારોએ જગા જગા # પર નરકના કારણોને દેખાડતાં પંચેન્દ્રિયજીવની હિંસા અને માંસાહારને જણાવ્યાં છે કે જે રે છે. કોઈ કાળે પણ અનંતજીવ તો શું? અસંખ્યાત જીવ તો શું? પરંતુ સંખ્યાત જીવોએ બનાવેલા રા શરીર રૂપ પણ હોતા નથી, છતાં તેના ફલ તરીકે નરકમાં ભોગવવા લાયક ઘોર પાપો બાંધવાનું રોકે Sા જણાવ્યું છે, પરંતુ અસંખ્યાતજીવોએ બનાવેલા શરીરથી દ્રશ્યપણું પામનારા, સંખ્યાત જીવોએ
બનાવેલા શરીરથી દ્રશ્યપણું પામનારા અને યાવત્ અનંતજીવોએ બનાવેલા શરીરોથી દ્રશ્યપણું વિક પામનારાએવા અસંખ્યાત જીવવાળા,સંખ્યાત જીવવાળા અને અનંત જીવવાળા એકેન્દ્રિય જીવોનો પણ
(જુઓ ટાઈટલ પાનું ૨) Sઝ ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ
બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
૦૦૦