Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧)
SIDDHACHAKRA
(Regd. No. B. 3047.
ભીખમપંથી (તેરાપંથીઓને લાયક નેત્રોજન
પ્રાણાતિપાત વિરતિ કેમ? જૈન જનતામાં એ વાત તો સ્પષ્ટપણે જાણીતી S જ છે કે અનાદિકાળથી પ્રવર્તિ રહેલા જૈનધર્મમાં સાધુઓની ફરજ તરીકે (પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાવ્રતો અને રાત્રિભોજનની વિરતિ સાથે લઈએ તો છ વ્રતો ગણવામાં આવે છે. જો કે અન્યદર્શનકારો અને મતવાળાઓ એ જ હિંસા આદિથી નિવૃત્તિના પંચકને યમશબ્દથી, શિક્ષાશબ્દથી કે એવા જ સારા શબ્દથી નવાજીને હિંસાદિક સર્વથા નિવૃત્તિ કરવી સાધુધર્મને માટે ઈષ્ટ તરીકે (ગણે જ છે. પરંતુ ત્રિકાલાબાધિત અખંડ પ્રભાવશાળી જૈનશાસનમાં એ પાંચને 6 મહાવ્રત તરીકે ઓળખાવવા સાથે પહેલા મહાવ્રતની વિશિષ્ટતા ગણવામાં આવી છે.
છે. જૈનશાસને પ્રાણાતિપાતવિરતિ એવા નામનું પહેલું વ્રત માનેલું છે. બીજા | દર્શનકારોએ જયારે હિંસાની નિવૃત્તિમાં પહેલું વ્રત માનેલું છે. તો પછી જૈનદર્શનમાં
પ્રાણાતિપાત વિરમણને પહેલા મહાવ્રત તરીકે માનવામાં વિશિષ્ટતા કઈ છે? તે હિ સમજવું જોઇએ. જૈનદર્શનને જાણનારો વર્ગ સારી પેઠે સમજી શકે છે કે છે સર્વસાવદ્યનો ત્યાગ કરનારો સાધુવર્ગ જે હોય તે જ સર્વ જીવોના પ્રાણાતિપાતની / છે વિરતિ કરી શકે, પરંતુ ગૃહસ્થપણામાં રહેલો ખેતી આદિકના આરંભથી અને (૭ પશુના પાલન આદિથી કે કુટુંબની સંભાળથી ગુંચવાયેલો હોઇને સર્વ જીવોના પ્રાણોના અતિપાતથી બચી શકે જ નહિં. અર્થાત્ તે ધર્મપરાયણ ગૃહસ્થવર્ગથી તો ત્રસજીવોના પ્રાણોના અતિપાતથી જ બચવાનું વ્રત લઈ શકાય, એટલે
(ટાઈટલ પાનું ૩ જુઓ)