Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૬૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ હજી ઉત્પત્તિ થાય, અને આની પછી જે અનુકંપાની બુદ્ધિ ઉત્પન્ન થાય, તે જ સમ્યકત્વનું લક્ષણ ગણાય, .
છે અને તે આસ્તિકય તથા અનુકંપા પછી જે નિર્વેદ ઉત્પન્ન થાય તે જ નિર્વેદ ગણાય, તેમજ તે આસ્તિક્ય પર અનુકંપા, સંવેગ અને નિર્વેદ પછી તેના ફળ તરીકે જે શાંતિ ઉત્પન્ન થાય તે જ શાંતિ સીધી શાંતિ અને
છે અને સમ્યકત્વના લક્ષણરૂપ શાંતિ કહી શકાય. અને તેથી ઘોડા અને સારથિની સાથે વિમલવાહનને , કિ બાળી નાંખનાર જે સુમંગલ વગેરે સાધુઓ તેમને શાસ્ત્રકારો સમ્યકત્વ વગરના કહેતા નથી, વળી કે વર્તમાનમાં કેટલાક મહાશયો તો એવી સ્થિતિમાં હોય છે કે પોતે શાસ્ત્ર અને આચરણા ઉઠાવી પર નવા માર્ગો પોતાની પૂજા માટે ઉભા કરે છે અને જયારે સન્માર્ગ ગામી મહાપુરુષો તરફથી તેઓને
છે અગર તેઓના ભક્તોને સત્યના નિર્ણય માટે અગર સત્યનો સ્વીકાર કરવા માટે આહ્વાન કરાય ' છે ત્યારે કર્મબંધન ન કરવા રૂપ શાંતિ, કલેશ ન થવારૂપ શાંતિ, ઝઘડો નહિં કરવા રૂપ શાંતિ, છે તેમજ અમે અમારું કરીએ અને તમો તમારું કરો વગેરે કથન રૂપ શાંતિના ઓઠાઓ લેવાય છે, જે હ, તો તે શાંતિ કોઈપણ પ્રકારે સમ્યકત્વના લક્ષણરૂપે થયેલી શાંતિ છે જ નહિં. પરંતુ શાસ્ત્રમાં કહેલા છે તક માર્ગ પ્રમાણે ચાલવા સાથે આસ્તિક - અનુકંપા - નિર્વેદ અને સંવેગના ફલરૂપે શાસ્ત્રકારોએ Pર જણાવેલી જે શાંતિ છે તે જ સાચી શાંતિ છે.
આ લેખને સાચી શાંતિનું સ્વરૂપ જણાવવા માટે જાહેર કરવામાં આવ્યો છે. તેથી એ ઇચ્છા કાર રાખવી અસ્થાને નથી કે સુજ્ઞમનુષ્યો ખોટી શાંતિના પોકારો કરે નહિ અને ખોટી શાંતિના પોકારોથી છે
ભોળવાય પણ નહિં તથા સાચી શાંતિને ધારણ કરનારાઓની નિંદા-હેલના કરીને પોતાના આત્માને છે જ મિથ્યાત્વ અને દુર્ગતિનું ભાજન બનાવે નહિં પરંતુ સાચી શાંતિને ધારણ કરી આત્મકલ્યાણના માર્ગમાં જ પર ચાલવા તત્પર રહે.
(સંપૂર્ણ)
જ
કરે
સમાલોચના મિથ્યાત્વધતુરાના ઘેનથી ઘેરાયેલા નવા મતીયો ભગવાનના પંડિત મરણથી પોતાને આનંદ માનવાવાળા થયા છે, અને તેઓ મરેલાની પાછળ સ્નેહને લીધે શોક કરનાર સ્નેહીયોને શોક નહિં કરવા માટે દેવાયેલો ઉપદેશ ધર્મભક્તોને લાગુ કરે છે. પણ પોતાના પરદાદાદાદા અને ગુરૂ મરી ગયા તે સારું થયું એમ બોલતા કે માનતા પર તો નથી જ (કદાચ તેઓ તે પોતાના પરદાદા વગેરેની સદ્ગતિ પર થવામાં શંકાયુક્ત હોય અને તેથી તેમના મરણને સારું ન ગણતા હોય તો તેઓનું મન જાણે) (આરાધના - કનક)