Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૬મી મે ૧૯૪૧)
SIDDHACHAKRA
(Regd. No. B. 3047.
શાંતિની સીધી સડક
જૈનજનતાનું ધ્યેય અને ભગવાન તીર્થંકર મહારાજના ઉપદેશનું સાધ્ય છે) જો કોઈપણ હોય તો તે માત્ર મોક્ષની પ્રાપ્તિ જ છે. યાદ રાખવા જેવી હકીકત
એ છે કે દરેક દર્શનકાર સ્વર્ગ અને અપવર્ગની એટલે દેવલોક અને મોક્ષની ૭ ઇ પ્રાપ્તિના સાધનને જ ધર્મ તરીકે ગણે છે, અને તેથી જ સર્વ દર્શનકારો 2 4પવઃ ' અર્થાત્ સ્વર્ગ અને અપવર્ગને દેવાવાળો તે ધર્મ એમ માને છે, વે) - તથા તોડપુનઃશ્રેયસદ્ધિ થઈ: અર્થાત્ જેનાથી ઉન્નતિ અને મોક્ષની છે સિદ્ધિ થાય તે ધર્મ કહેવાય એમ કહી ઉન્નતિ અને મોક્ષના સાધન તરીકે ધર્મને (૭
માને છે, પરંતુ ઇતર દર્શનકારોના મુદ્દા તરીકે ધર્મના ફળ તરીકે જાણવામાં A1 6િ આવેલ સ્વર્ગ અને ઉન્નતિ જયારે સાધ્ય તરીકે રહે છે ત્યારે જૈનદર્શનની અપેક્ષાએ છે જ સ્વર્ગ અને ઉન્નતિ સાધ્ય તરીકે રહેતાં નથી, પરંતુ માત્ર ધર્મથી પ્રાપ્ય તરીકે છે
રહે છે. અર્થાત્ જેમ ધાન્ય વાવવામાં ઘાસ અને અનાજ અને વસ્તુ ફલ તરીકે 1 છે, છતાં તેમાં સાધ્ય તરીકે માત્ર અનાજ જ રહે છે, પરંતુ ઘાસનો પદાર્થ :
સાધ્ય તરીકે નહિં રહેતાં માત્ર પ્રસંગ પ્રાપ્ત હોવાથી પ્રાપ્ય તરીકે જ ગણાય )
છે. એવી રીતે જૈનદર્શનમાં સ્વર્ગ અગર ઉન્નતિ ધર્મથી થવાવાળી છે એ વાત ! આ માન્ય છતાં તેને સાધ્ય તરીકે નહિં ગણતાં માત્ર પ્રાપ્ય તરીકે જ ગણવામાં ,
આવે છે અને તેથી જ સ્વર્ગના સાધનભૂત અકામનિર્જરા અને ઉન્નતિના સાધન ભૂત અનેક પાપકાર્યો છતાં તેની તરફ આદરની દ્રષ્ટિ કરવાનું શાસ્ત્રકારો ફરમાવતા નથી, એટલું જ નહિ, પરંતુ તેની તરફ કથંચિત્ હેયતાની બુદ્ધિ ધારણ કરવાનું જ ફરમાવે છે.
| (જુઓ ટાઈટલ પાનું ૩ જું)