Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
SIDDHACHAKRA
(Regd. No. B. 3047.
૨૬ એપ્રિલ ૧૯૪૧) ૭૦૦૦)
પ્રાર્થનાની પ્રધાનતા
જૈન જનતામાં એ વાત તો જાણીતી છે કે શ્રી મહાનિશીથ, શ્રી આવશ્યક ) સૂત્રનિર્યુક્તિ અને શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેના આદેશ પ્રમાણે સાધુ મહાત્માઓએ ) ફરજીયાતપણે અહોરાત્રમાં સાત વખત ચૈત્યવંદન કરવાનાં છે. તે ચૈત્યવંદનની ક્રિયા શ્રમણસંઘને મરજીયાત તરીકે નથી. પરંતું ફરજીયાત તરીકે છે, અને તેથી તે જ તે ચૈત્યવંદનની સંખ્યામાં જૂનાધિકતા થાય અગર અવિધિથી તે ચૈત્યવંદનો છે) થાય, અથવા તો ચૈત્યવંદન ન કરવામાં આવે તો સાધુ મહાત્માઓને સાધુપણાના / દૂષણરૂપ છે અને તેથી જ દેવસિક અને રાત્રિકના અતિચારોની સંકલન કરનારી સયસUTUOT૦ ની ગાથામાં વેરું એવું પદ ભગવાન નિર્યુક્તિકાર મહારાજે પણ જણાવેલું છે એટલે સુન્નમનુષ્ય હેજે સમજી શકશે કે સાધુ-મહાત્માઓને જેમ (યતિધર્મ વગેરે આચારો ફરજીયાત જ છે. તેવીજ રીતે ચૈત્યવંદનની ક્રિયા કરવાનું, તેમજ અનેક વખત ચૈત્યવંદન કરવાનું પણ ફરજીયાત જ છે. એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જેમ જ્ઞાનાચારની શુદ્ધિને માટે વંદન અર્થાત્ ગુરૂવંદન નામના ત્રીજા આવશ્યકની મોક્ષાભિલાષીઓને જરૂર છે અને સમ્યકત્વની સામાન્ય
શુદ્ધિ માટે જેમ ચતુર્વિશતિસ્તવ એટલે લોગસ્સ વિગેરે દ્વારા જરૂર છે તેમજ O) આ ભવમાં દર્શનાચારની શુદ્ધિને માટે અને ભવાંતરમાં ધર્મની પ્રાપ્તિ અને તે 9
ધારાએ મોક્ષની પ્રાપ્તિ માટે ચૈત્યવંદનની આવશ્યકતા છે અને તે શાસ્ત્રથી પણ રસિદ્ધ છે અર્થાત્ મુખ્યતાએ શ્રમણભગવંતોને અને તેમના ઉપાસકપણાને ધારણ કરનારા એવા શ્રમણોપાસકવર્ગને ચૈત્યવંદનની ક્રિયા ફરજીયાત છે.
(જુઓ ટાઈટલ પાનું ૩ જું)