Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૩૬ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ આચાર્ય શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજે શ્રી સિદ્ધિસૂરીજીને હાથોહાથ આપવા અને તેમની જ સહીથી ઉત્તર લેવા તા. ૬-૧૨-૪૦મીએ
નીચે મુજબ પત્ર મોકલ્યો હતો. પાલીતાણા માગસર સુદ ૭ આનંદસાગર
અમદાવાદ મધ્ય સુશ્રાવક ભોગીલાલ સાંકળચંદ યોગ્ય ધર્મલાભ સાથે માલુમ થાય કે આ કાગળ તમારી ઉપર એટલા માટે મોકલ્યો છે કે તમો ખુદ સિદ્ધિસૂરીજીને આપો અને તેનો ઉત્તર જાતે તેમની પાસે સહી સાથે લખાવીને અહિં બીડો પહેલાના કાગળોમાં બારોબાર ગોટાળો થતો લાગ્યો છે માટે તમારી મારફતે મોકલ્યો છે. આનંદસાગર
પાલીતાણા માગસર સુદી અમદાવાદ આચાર્ય સિદ્ધિસૂરી ભદ્રંકરવિજયની સહીનું બીજું કાર્ડ મલ્યું.
૧. મુદારૂપ પ્રથમ પત્ર મુજબ પ્રતિજ્ઞા ન કરો તો પંદરમી વીરશાસનની તમારા કથનની સત્યતા કરવા, તેમજ માન્યતા આદિની કબુલાત તમારી જ સહી સાથે પખવાડિયામાં મોકલો તો પર્વતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ શ્રીદેવસૂર તપાગચ્છમાં જુના કાળથી થાય છે, એમ સાબીત કરવા અને તેમ ન કરું તો માફી માગી પ્રાયશ્ચિત લેવા હું આથી પ્રતિજ્ઞા કરૂં છું.
૨. મેઘસૂરી ઉપરનો તમારા માટેનો જ તાર અને પત્ર તથા અહિંથી આવેલ સંઘવીને તમોએ બીજાઓની પણ સમક્ષ કહેલ બાબતમાં તમો ના કબુલ થવાથી માર્ગ વિસર્યાજ છો અને તેથી હવે તો તમારી જ સહીથી આવેલું લખાણ પ્રમાણ ગણાય.
૩. (૧) તમારૂં જ વાદિપણું (૨) તે પાનાના શ્રી આનંદવિમલસૂરીની વખત થયેલ બે પૂનમની બે તેરસવાળા લખાણની સત્યતા (૩) શ્રીધરણેન્દ્રસૂરી વખતની તમોએ ચૌદશની જ વાત કરી છે કે સર્વ પર્વતિથિની? વિગેરે બાબતોનો સભામાં પહેલો નિર્ણય થશે.
૪. તમારી સહી સાથે પ્રતિજ્ઞા નહિં આવે અને સરલતા નહિ થાય તો પણ ૧૫મીના વીરશાસનનું તમારું લખાણ થોડી મુદતમાં જાહેરાતપૂર્વક સભામાં ચર્ચાશે જ.
આનંદસાગર સહી દ. પોતે