Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૩૮ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ ઉપર મુજબની હકીકત જાણનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારો વર્ગ પર્વતિથિની હાનિ વૃદ્ધિએ પૂર્વતર તિથિની હાનિવૃદ્ધિ જે સેંકડો વર્ષોથી કરવામાં આવે છે તે શાસ્ત્ર અને શુદ્ધ પરંપરાથી સિદ્ધ છે એમ સાબીત કરવા દરેક વખતે તૈયાર રહેલો છે, પરંતુ નવોમત કાઢનાર પક્ષ પર્વતિથિના ક્ષયે તથા પર્વતિથિના બેવડા પણાને માનવા મનાવવા પેટે જે મનસ્વીપણે તૈયાર થયો છે તે દરેક વખતે ખસ્યો છે અને ખસેજ છે તે નવો વર્ગ લોકોને જે એમ ભરમાવે છે કે ઉદયવાળી તિથિ માનવી જોઈએ તે તેઓનું ભરમાવવું સન્માર્ગગામી લોકોને અસર કરનાર થયું નથી કેમકે સન્માર્ગગામી લોકો સમજે છે કે પર્વતિથિના ક્ષયની વખતે અપર્વ સૂર્યોદય માનીને પર્વની આરાધના કરે છે, તેમજ પર્વતિથિ બેવડી હોય ત્યારે પહેલે દિવસે ચોખ્ખો પર્વનો સૂર્યોદય હોય છે. છતાં તેઓ માનતા નથી જો તેઓ તરફથી એમ કહેવામાં આવે કે ક્ષયવૃદ્ધિના પ્રસંગમાં ઉદયનો સિદ્ધાંત રહી શકે નહિં તો પછી પોતાના નવા મતને છોડી દેતા કેમ નથી? પરંતુ ખરી વાત તો એ છે કે જે તત્ત્વતરંગિણી તથા હીર પ્રશ્નના કેટલાક પ્રશ્નો શ્રી વિજયદેવ સૂરીજીનો પટ્ટક અને શાસ્ત્રીય પુરાવામાં જણાવેલ શ્રી આનંદ વિમલસૂરીજી મહારાજની આજ્ઞા અને આચરણોને દર્શાવનાર વિગેરે જુના લેખો તેઓની ધ્યાનમાં હતા જ નહિં અને હવે અજ્ઞાનપણે પકડાયેલું છોડતું નહિં હોવાથી તેઓને જુદી જુદી જાળ બીછાવવી પડે છે અને તે જાળમાં વૃદ્ધ તપસ્વી પણ સપડાયા છે તેથી આ આખો અંક એજ માટે બહાર પાડવો પડયો છે. અન્તમાં - જેમ જેમ બહુશ્રુત બહુજન સમ્મત બહુ શિષ્ય પરિવરિયો, તેમ તેમ જિનશાસનનો વૈરિ જો નવિ નિશ્ચય દરિયો - આ મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજની ગાથા લાગુ ન પડી હોય તો કલ્યાણકારક ગણાય.
તા.ક. હજુ પણ શ્રી સિદ્ધિસૂરીજી સંઘની શાંતિ ઇચ્છતા હોય તો ખુદ પોતાની સહી સાથે પ્રતિજ્ઞાપત્ર બહાર પાડી નિર્ણય કરવા તૈયાર થાય એ જ હિતાવહ છે.
સમાય.