Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
• •
• •
• • •
• • • • •
• • •
• • •
• • • • • •
• • • •
• • • • • •
૧૧૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ બીજી તરફ ચર્ચા કરવાનું તમને ખુલ્લું અને સ્પષ્ટ આહ્વાન કરાય છે ત્યારે ખોટા બહાનાં શોધીને છટકી જવાનો પ્રયત્ન કરો છો. એમ તમારા જવાબથી સ્પષ્ટ જણાય છે. તે ઘણું જ દુઃખદ છે. શાસ્ત્રાર્થને માટે જે પુરા તૈયાર હોય અને જૈન સમાજમાં સત્યના પ્રવર્તનદ્વારા શાંતિ સ્થપાય એવી જેની અભિલાષા હોય તે કદી પણ આવો ઉડાઉ જવાબ આપવાનું પસંદ કરે નહિ.
હું કબુલ રાખું છું કે - શાસ્ત્રાર્થને માટે જે તૈયાર હોય તેણે પોતાની જગ્યાએ બીજાને બોલાવવા એ વ્યાજબી અને યોગ્ય નથી. પણ તેની સામે મારે જણાવવું જોઇએ કે જે શાસ્ત્રાર્થ માટે તૈયાર હોય તેણે અશકય સંજોગો જોવા જોઈએ તે વ્યાજબી અને ખરું નથી.
મેં તમને વિનંતિથી જણાવ્યું હતું કે - હું યોગમાં છું, એ જ એક કારણથી મારે તમને અમદાવાદ આવવાનું આમંત્રણ કરવાની ફરજ પડી છે, નહિ તો બીજા સ્થળે હું જરૂર આવત.
તમો લખો છો કે - યોગની ક્રિયા વિહારમાં થઈ શકે છે. પણ તે મારે માટે અશકય છે. કારણ કે -
વૃદ્ધાવસ્થાને અંગે મારા ગુરૂદેવ અને બીજા દરદોને અંગે મારા બીજા વડીલો મારી સાથે વિહારમાં આવી શકે તેમ નથી અને આવી સ્થિતિમાં જો હું અમદાવાદ છોડું તો વિહારમાં યોગ થઈ શકે નહિં. એ તો શાસ્ત્રને જાણનાર સહેજમાં સમજી શકે તેમ છે. તમારા સિદ્ધચક્રના લેખો મેં જોયા છે અને તે છતાંય મને બરાબર એમ લાગ્યું છે કે તમે ગયા વર્ષની રવિવારી અને આ વર્ષની ગુરૂવારી સંવત્સરી શાસ્ત્ર મુજબ વ્યાજબી છે એમ પુરવાર કરવાને સાચી રીતિએ શક્તિમાન નીવડયા નથી. આમ છતાં તમે દર્શાવો છો કે તમે ગુરૂવારી સંવચ્છરી શાસ્ત્રથી વ્યાજબી પુરવાર કરવા તૈયાર છો તો એ જ જણાવવાનું કે એટલા માટે પણ આપે શાસ્ત્રાર્થનો આ અવસર સ્થળના નામે નહીં ગુમાવવો જોઈએ.
તમે એક તરફ સુરત જવાની બીજી તરફ અમદાવાદ નહીં આવવાની વાતો કરો છો, એ વિચિત્ર દેખાય છે. સુરત જવા તમો નીકળો તોય વરસાદ વિગેરેના કારણે પહોંચી શકો નહીં તેથી શાસ્ત્રાર્થની વાતો આપોઆપ રઝળી જાય અને તમો જાણો છો કે મારાથી અમદાવાદ છોડી શકાય તેમ નથી. તે છતાં અમાદવાદની ના પાડી, ચોટીલાની આજુબાજુ આવવાની આપ માંગણી કરો છો આ બધાનો અર્થ એ જ થઈ શકે કે તમે મારી સાથે શાસ્ત્રાર્થ કરવા માંગતા નથી.
હજુ પણ હું જણાવું છું કે જો તમને તમારી માન્યતામાં સાચો વિશ્વાસ હોય અને શાસ્ત્રાર્થ કરવાની તૈયારી દેખાવની નહિ પણ વાસ્તવિક હોય, તેમજ જૈન સમાજના સત્યના પ્રવર્તન દ્વારા શાંતિ સ્થાપવાની ઇચ્છા હોય તો મહેરબાની કરીને મારા અનિવાર્ય સંયોગો ધ્યાનમાં લઈ અમદાવાદની ના