Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ગયા છે માટે હવે સત્ય અને શાસનના પ્રેમિયોએ તો પૂનમ અને અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે, તેમ શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને જ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજની જ ક્ષયવૃદ્ધિ કરીને ગુરૂવારની જ સંવર્ચ્યુરી કરવી જોઇએ. પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિનો જ ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરવી. એ શ્રીતત્વતરંગિણી અને શ્રીહીર પ્રશ્ન આદિથી નક્કી જ છે. જૈનોમાં આરાધનામાં પર્વતિથિ નથી તો ભેગી મનાઈ અને નથી તો બેવડી મનાઈ એ ચોક્કસ છે.
- હંમેશના રિવાજ મુજબ બુધવારીયાએ પોતાની પીછેહઠ ઢાંકવા માટે જુઠું લખી છાપાં કાળાં કર્યા છે પણ સત્ય અને શાસનપ્રેમી જનતા તેથી ભરમાશે નહિં. ભવિષ્યમાં દંભ કરનારાઓ ચાલુ ચર્ચા ન છપાવવી જોઈએ છતાં પૂર્ણ સત્યને ઢાંકી ન દે એટલા માટે આ તાર વ્યવહાર છપાયો છે.
રામવિજયજીની સંતાવવાની રમત' જૈન જનતાનો મોટો ભાગ સ્પષ્ટપણે જાણે છે કે શ્રીસિદ્ધચક્રના વિરોધો રામવિજયજીએ અનેક વખતે કર્યા હતા અને તે વિરોધો જુઠા તથા શાસ્ત્રની અણસમજના હતા એમ શ્રી સિદ્ધચક્રના લેખોથી ડગલે પગલે સાબીત કરી આપવામાં આવ્યું છે છતાં સાબીતી અને પુરાવાને નહિં વાચનારા, સમજનાર અને માનનાર રામવિજયજી કોરે રહે છે અને બીજા જવાબદારી વગરના ભળતા માણસ દ્વારા જુઠા ઠરેલા મુદાઓનું ખોટું પોષણ કરાવે છે. તથા તેમ કરીને તે જવાબદાર વિનાની વ્યક્તિ (શ્રીકાન્ત)ની સોડમાં સંતાવવાનો ઉદ્યમ કરે છે. એવી જ રીતિએ હમણાં પોતે રાખેલા શ્રીકાન્તનામના નોકરલારાએ ભગવાન મહાવીરદેવ નામની ચોપડી ભગવાન મહાવીર મહારાજના જન્મ કલ્યાણકના બહાના નીચે બહાર પડાવી છે, તેમાં અગ્યાર નોંધો શ્રી સિદ્ધચક્રમાં આવેલા શંકા સમાધાન સાથેના વિસ્તારવાળા લેખોને જાણ્યા, સમજયા ને માન્યા સિવાય લખાવી છે તેને અંગે નીચે જણાવ્યા પ્રમાણે બંનેને તારો કરવામાં આવેલા હતા.
શ્રીકાન્ત
C/o. વીરશાસનકાર્યાલય, રત્નપોળ, અમદાવાદ
ભગવાન શ્રી મહાવીરદેવમાં જાહેર કરેલી ૧૧ નોંધોની ભૂલો સુધારવાનું રામવિજયજીનું પ્રતિનિધિપણું મેળવી આવો. આનંદસાગર પાલીતાણા તા. ૧૯-૪-૪૦