Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ આ કાગળ લખ્યાને આજે ઘણી લાંબી મુદત થઈ ગઈ છે, છતાં હજી તે રામ-શ્રીકાન્તને આવવાનું કર્યું નથી.
તા. ક. ઉપરની હકીકતથી જૈનજનતા સ્પષ્ટપણે સમજી શકશે કે આ રામટોળી પોતે અંદરથી સ્પષ્ટપણે સમજી ગઈ છે કે અમે શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવનારા છીએ અને શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારો વર્ગ સાચો છે, એટલે હવે કોઇપણ પ્રકારે ચર્ચામાં સમક્ષ થવું પાલવે તેમ નથી. માત્ર કાગળ કાજળ, કે કલમ એક્કે બોલવાનાં નથી માટે તે દ્વારાએ જ પોતાના જુઠા પક્ષને ધપાવી રાખવો એજ ઠીક છે એમ ધાર્યું છે.
જૈનજનતા સારી રીતે જોઈ શકી છે કે આ તિથિચર્ચા ઉપાડનાર રામટોળીના આગેવાનો ધર્મના કેન્દ્ર એવા ગુજરાતથી મારવાડી જાય છે કે દક્ષિણ તરફ ભાગે છે, ત્યારે શાસનપક્ષ તો શાસ્ત્ર અને પરંપરાને અનુસરતો હોઈને સાચો હોવાથી તેમ ડરીને ભાગતો નથી પણ સામો આવે છે. માટે આત્મકલ્યાણની ઇચ્છાવાળાએ ટીપ્પણાની પર્વતિથિની ક્ષય વૃદ્ધિ હોય ત્યારે આરાધનામાં તેનાથી પહેલાની અપર્વતિથિની ક્ષય વૃદ્ધિ કરી આરાધના કરવી એ જ અતિશ્રેયસ્કર છે.
ઉપર પ્રમાણેના તારો જોવાથી માલમ પડશે કે તે લોકોને વારંવાર નિરૂત્તર થવાને લીધે આ શબ્દોમાં બળતરા દેખાડી છે. વાસ્તવિક રીતે પોતાનો પક્ષ શાસ્ત્ર કે પરંપરાથી સાબીત થઇ શકે તેમ નથી. પણ તેને હાંકે રાખવો છે અને તેથી જ નિરુત્તરતા સહન કરીને પણ બળતરા હેકાવવી પડે છે. જમ્મુ વિ. વિગેરેને ચતુર્વિધ સંઘની સભામાં ન આવવું, વિદ્વાન સમક્ષની સભાની કબૂલાત પછી પણ એકાએક ચૂપપણે વિહાર કરી જવો એ વિગેરે તેમની પીછેહઠ જગજાહેર છે. છતાં આ ૨૨મી નવેમ્બરના લેખને અંગે નીચે પ્રમાણે તાર અને કાગળ શ્રી સિદ્ધિસૂરીજી માટે તેઓના પાટવી અને મુખ્ય આચાર્ય શિષ્ય હોવાથી મેઘસૂરીજી ઉપર મોકલવામાં આવ્યા.
તારની નકલ નીચે પ્રમાણે - આચાર્ય મેઘસૂરીજી હાજા પટેલની પોળ, પગથીયાનો ઉપાશ્રય, અમદાવાદ
તા. ૧૫મીના વીરશાસનમાં જણાવેલી તિથિ ચર્ચા બાબતની પ્રતિજ્ઞાને જો શ્રી સિદ્ધિસૂરીજી પોતાની સહી સાથે મોકલી આપશે તો હું પ્રતિજ્ઞા સાથે પ્રતિવાદી તરીકે આવવા તૈયાર છું.
આનંદસાગર