Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ થાય અને સઉ કોઈ એક જ દિવસે સંવત્સરી કરે તેવા શુભ આશયથી જ તેમણે સંવત્સરીના ઝઘડાની પટાવટના પ્રયત્નમાં લાભ લીધો હતો. જીવાભાઈએ નવની કમિટીની વાતવાળા, તમારા પાછળથી તૈયાર કરેલ, એ મનસ્વી ખરડા ઉપર શનિવાર પક્ષની સહીઓ લાવવાની સાફ ના પાડી હતી, એ વાત સત્ય તમારા તા. ૨૧-૫-૩૭ના પુનાના તારમાં પણ જણાવી છે. આ બધા દીવા જેવા આધારો તમારી મનસ્વી કમિટી અમારા માથે ઠોકી બેસાડવાના અપ્રમાણિક પ્રયત્નો ખુલ્લા પાડે છે. હવે એ ખુલ્લું થયું છે કે તમારી માન્યતા સાબીત કરવાના શાસ્ત્રીય પુરાવા તમારી પાસે નથી એથીજ આવી ગંદી રમત રમી શાસ્ત્રાર્થની વાતને તમોએ તોડી પાડી છે. લિખિત શાસ્ત્રાર્થની યોજનાને પણ અત્યાર સુધી જેમ રૂબરૂ ભેગા થઈ શાસ્ત્રાર્થ કરવાની બીજી યોજનાઓને તોડી પાડી તેમ તોડી ન પાડો. શુદ્ધ હૃદયથી જો લિખિત શાસ્ત્રાર્થ પણ કરવા તૈયાર હો તો તેની તૈયારી પણ દેખાડો એટલે શરતો જણાવું. વિતંડાવાદ કે ચાલબાજીથી જગતની આંખમાં ધૂળ નહીં નાખી શકો એ નોંધી લ્યો.
કલ્યાણવિજય
મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી
જામનગર તા. ૧૭-૬-૩૭ દોશીવાડાની પોળ, વિદ્યાશાળા, અમદાવાદ તમે લખેલી ખોટી અને અનિચ્છવા જોગ બાબતો બાજુએ રાખતા હું તમને ખબર આપું છું કે પ્રેમસૂરીજીએ જીવાભાઇના એગ્રીમેન્ટને કબુલ રાખ્યું હતું અને તેમણે અને તમે સ્વતંત્ર રીતે એ ડ્રાફટ ઉપર સહી મૂકી હતી, એટલું જ નહિં પણ રામચંદ્રસૂરીએ પણ એજ એગ્રીમેન્ટને કબુલ રાખ્યું હતું અને તેમણે અને તમે સ્વતંત્ર રીતે એ ડ્રાફટ ઉપર સહી મૂકી હતી, એટલું જ નહિં પણ રામચંદ્રસૂરી પણ એ જ એગ્રીમેન્ટને ખરો કહે છે. એ બીના સાબીત કરે છે કે જીવાભાઈ અને નગીનભાઈ તમારા માણસો છે. આખરી બાબતને તમે કબુલ રાખતા નથી અને ખરી કમિટીને તમે માનતા નથી અને તે ઉપરથી તમે મોઢેથી કે લિખિત શાસ્ત્રાર્થ કરવાની લાયકાત ગુમાવી છે અને એ રીતે તમે શાસ્ત્રાર્થ કરવા અશકત છો એ ચોખ્ખી બીના ખુલ્લી પડી ગઈ છે. નક્કી થયેલ કમિટી કબુલ રાખી, મારા આગલા તારની શરતો પ્રમાણે તમે વરતવા કબુલ હો તો હું લિખિત શાસ્ત્રાર્થ માટે પણ તૈયાર છું.
આનંદસાગર.