________________
૧. જીવનરેખા
ભદ્રિકતા, સરળ વાત્સલ્ય, વિશ્વાસુપણુ આદિ ગુણોને લીધે તેઓ વિદ્યાર્થીવર્ગના. પણ એટલા જ પ્રીતિપાત્ર હતા. વિદ્યાર્થીઓની તેમના પર કેવી પ્રીતિ હતી, તે વિશે આપણને નીચેના પ્રસંગ પરથી જાણવા મળે છે.
એક વખત શ્રીમદને શિક્ષકે ઠપકો આપ્યો. તેથી તેઓ બીજે દિવસે શાળાએ ન ગયા. બીજા વિદ્યાથીઓએ જાણ્યું કે રાયચંદભાઈ શાળાએ ગયા નથી, તેથી તેઓ પણ શાળાએ ન જતાં રાયચંદભાઈ પાસે ગયા. શ્રીમદ્દ તેમને લઈ ખેતરમાં ગયા અને ત્યાં ઝાડના છાંયા નીચે તેમને પાઠ શીખવાડવા લાગ્યા. શિક્ષકે શાળામાં કોઈ વિદ્યાથીને ન જે. તેથી તેમ બનવાનું કારણ તેમણે વિચાર્યું. વિચારતાં તેમને આગલે દિવસે રાયચંદભાઈને આપેલ ઠપકે યાદ આવ્યો. તેથી તેઓ તેમની શોધમાં ખેતરે ગયા, અને બધાને મનાવી શાળામાં લઈ આવ્યા.
શાળાને અભ્યાસ છોડ્યા પછી શ્રીમદ્દ અન્ય પુસ્તકોને ઘેર રહીને નિયમથી અભ્યાસ કરતા. અંગ્રેજી શીખવાની શરૂઆત પણ તેમણે કરી હતી. અને સામાન્ય વાંચવા-લખવા પૂરતું જ્ઞાન મેળવી તે ભાષાને અભ્યાસ પણ છેડ્યો હતો. સંસ્કૃત, અર્ધમાગધી અને હિંદી ભાષાઓ પર તેમણે સ્વતંત્ર રીતે અભ્યાસ કરીને સારો એ કાબૂ મેળવ્યો હતો. પરંતુ કઈ પણ શાસ્ત્રીય કહી શકાય એ પ્રકારને અભ્યાસ, તીવ્ર સ્મરણશક્તિ તથા સમજશક્તિ હોવા છતાં, તેમણે કર્યો ન હતો. આ બધાંનું કારણ બાળવયથી જ તેમનામાં આવેલી વૈરાગ્યવૃત્તિનું હતું. તેથી અભ્યાસ ન થવા બદલ તેમને કદી અકસેસ થયો નહતે.
અભ્યાસ છોડયા પછી તેર વર્ષની ઉંમર સુધી શ્રીમદ્ પિતાને સમય ગ્રંથવાચનમાં, વિવિધ ભાષાનાં ગ્રંથાવલોકનમાં, લોકસમુદાયમાં બેસી વાર્તા-વિચારણા કરવામાં તથા અન્ય એવાં કાર્યોમાં પસાર કર્યો હતો. એ અરસામાં તેમણે “પ્રવીણસાગર” જેવા ગ્રંથે તથા રામ ઈત્યાદિનાં ચરિત્રો વગેરેનું વાચન કર્યું હતું. આ ઉપરાંત શ્રીમદે પોતાના પિતામહ પાસેથી કૃષ્ણ-કીર્તનનાં પદો, જુદા જુદા અવતારોના ચમત્કારના પ્રસંગે બાળવયમાં સાંભળ્યા હતા. તે બધાથી પ્રભાવિત થઈને શ્રીમદ્ બાળવયમાં રામદાસજી નામના સાધુ પાસે બાળલીલામાં કંઠી બંધાવી હતી. તેઓ કૃષ્ણનાં દર્શન કરવા માટે દરરોજ જતા હતા. આમ બાળવયમાં તેમનામાં વૈષ્ણવ સંપ્રદાયને રંગ વિશેષ હતું. સમય પસાર થતાં તેમને વવાણિયામાં જેનેને સંગ વધ્યો હતો. તેમના સંગમાં તેમને જૈન ધર્મનાં પ્રતિકમણસત્ર, સામાયિકસૂત્ર તથા અન્ય ગ્રંથો વાંચવા મળ્યા. તે ગ્રંથની ઉચ્ચ ભાવનાને લીધે શ્રીમદને જૈનધર્મમાં પ્રીતિ વધી. તેવામાં તેમણે બંધાવેલી કઠી તૂટી ગઈ, પરંતુ તેમણે તે ફરીથી બંધાવી નહિ. આ પ્રસંગ, તેમના જણાવ્યા પ્રમાણે, લગભગ તેમની તેર વર્ષની ઉંમરે બન્યો હતો.
તેર વર્ષની વય પછીથી તેઓ તેમના પિતાની દુકાને બેસતા, અને ત્યાંનું કામકાજ સંભાળતા. કુરસદના સમયમાં તેમણે કાવ્યના અનેક ગ્રંથો વાંચ્યા હતા. કેટલીક વખત
૬ વિશેષ વિગત માટે જુઓ આ પ્રકરણને “શ્રીમનું ભાષાજ્ઞાન તથા શાસ્ત્રાભ્યાસ” વિભાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org