________________
સ્વ. છગનલાલ શામજીભાઈ વિરાણી
જેમના દાનઃવડે: જૈન તથા જૈનેત્તર સમાજની, જનકલ્યાણની તથા માનવતાની અનેકવિધ-પ્રવૃત્તિઓને નવજીવન મળ્યું છે તેમાં રાજકોટની અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તથા ટ્રેઝરર હતા. તેમણે સૌરાષ્ટ્રના ઘણાં સ્થળાએ ઉપાય વિરાણી હાઈસ્કૂલ, વિરાણી કન્યા વિદ્યાલય, મુંગા-બહેરાની શાળા જેવો અનેક સંસ્થાઓમાં મેટું દાન આપ્યું છે. પોતે ઘણાં દયાળુ, ધાર્મિક વૃત્તિવાળા અને પ્રેમાળ હતા.