________________
શારદા-પરિમલ-૧-૨-૩
વ્યાખ્યાન નં. ૧ સંસાર સુખનાસેહામણું સ્વપ્ન (જાહેર પ્રવચન)
અષાડ શુદ ૯ ને રવિવાર તા. ૧૨-૭-૭૦
વિતરાગ પ્રભુના વિરાટ શાસનમાં અને વિતરાગ વાટિકામાં વિચરનાર શ્રમપાસકને આત્માના સાચા સુખનું ભાન થવા ભગવતે અનેક માર્ગો બતાવ્યા છે.
આજના પ્રવચનને વિષય છે “ સંસાર સુખના સહામણું સ્વપ્ના.” તમેને સુખ શબ્દ પ્રિય છે. તેનાં સોહામણાં સ્વપ્નની વાત છે. તમે રાત્રે સૂતા હો અને એવું સ્વપ્ન આવે કે રાજાની પદવી ભેગવે છે. રાજભવના ભૌતિક સુખની લહેજત માણી રહ્યાં છે, ત્યાં સવાર પડતાં જાગૃત થયા તે એ રાજભવના સ્વપ્નને આસ્વાદ લઈ શકશે ખરા? નહી મળે. કેમ કે જ્ઞાનીઓનું વચન છે કે હે આત્માઓ! તમે જેને શાશ્વત સુખ માની રહ્યાં છે તે શાશ્વત નથી, પણ રાત્રીના સ્વપ્ના જેવું ક્ષણિક છે.
તમે જે સંસારને મમત્વભાવથી મારો માની આત્મસાધનાને સમય ગુમાવી રહ્યા છે તે સંસાર તમારે નથી જ. જેમ કાગળના કલ્પિત કુસુમમાં સારું કે સુગંધ સંભવી શકતા નથી તેમ આ અસાર સંસારમાં સાર કે સુખ કયાંથી સંભવે! તેથી જ અનંત જ્ઞાનીઓએ જાણ્યું, દેખયું, અનુભવ્યું અને પછી જ જગતની સમક્ષ રજુઆત કરી. સાચું સુખ અને દુઃખ કેને કહેવાય?
જન્મે દુખિં જરા દુકૂખ, રેગાણિ મરણાણિ ય
અહો દુખો હુ સંસાર, જલ્થ કીસંતિ જન્ત છે ઉ. સૂ. અ ૧૯ ગા. ૧૫ આ વાત કે આ શબ્દ મારા કે તમારા ઘરનાં નથી. છદમસ્થ કે અવધિજ્ઞાની કે મન:પર્યવજ્ઞાનીના નથી પણ કેવળજ્ઞાનીની વાણી છે. અહીં આ દુખમય સંસારને અજ્ઞાની આત્માઓ સુખમય માની રહ્યાં છે, તે એક ભ્રમ છે. તે ભ્રમને દૂર કરવા સંસાર સુખમય છે કે દુઃખમય છે તેનું સત્ય દર્શન કરવા થર્મોમીટર દ્વારા તપાસવું પડશે કે આ સંસારમાં સુખનું પલ્લું નીચું નમે છે કે દુખનું ?
તમારા દિકરાને તાવ આવ્યું હોય, કેઈ પણ રીતે ઉતરતું નથી. ત્યારે તેને માપવા તમે થર્મોમીટર મૂકે છે. તમારે ઘેર ન હોય તે પાડેશીને ત્યાં લેવા જાવ છે. ત્યાં ન હોય તે બજારમાં જાય છે. અને બે પાંચ રૂપિયા ખર્ચ કરીને તમે લઈ આવે છે અને કેટલી ડીગ્રી તાવ છે તેનું માપ કાઢી બરફ, પિતા આદિ ઉપચારો દ્વારા તને દૂર કરવા પ્રયત્ન કરે છે. બેલે તે ખરા ? ત્યાં તમે વિલંબ કરે છે? (સભા-સાહેબ જરૂરિયાતની ચીજમાં કંઈ વિલંબ કરાય ?) જેમ તમે ત્યાં વિલંબ નથી કરતા તેમ ૧ શા.