________________
શાજસુધારસ વિવેચન - ભાગ-૧ જળ હોતું નથી છતાં જળ દેખાય છે તે જળની ભ્રમણા છે. તો પછી સંસારમાં શું છે? સંસાર આનંદનું સ્થાન નથી? ના.
ઉપાધ્યાયજી મ. એ જ વાત અહિં જણાવે છે. સંસારના ૪ વિશેષણો મૂક્યા છે.
(૧) સંસાર જંગલ છે. (૨) પાંચ આશ્રવો રૂપી વરસાદથી વ્યાપ્ત છે. (૩) વિચિત્ર પ્રકારની કમૉની વેલાડીઓથી ગહન છે. (૪) મોહ રૂપી અંધકારથી વ્યાપ્ત છે.
(૧) સંસાર એક જંગલ છે વિચાર કરો કે બહાર નીકળવાનો ક્યાંય રસ્તો ન હોય અને એવા જંગલમાં ભૂલા પડ્યા હોઈ એ તો શું દશા થાય? આમથી તેમ અટવાતા માણસના હાજા ગગડી જાય એવું ભયંકર વન એટલે જ સંસાર..
અનંત કરૂણાસાગર તીર્થંકર પરમાત્માનું આ વચન છે માટે જ તત્ત્વગમ્ય અને વિશ્વસનીય છે. આવા સંસાર-જંગલમાં જીવ ભટકે છે. અધુરામાં પૂરું... જંગલ તો છે... ભયંકર પણ છે. નીકળવાનો રસ્તો પણ નથી. અને વધારામાં.
(૨) આશ્રવોનો વરસાદ નિરંતર પડે છે
જેમ વાદળાઓથી વરસાદ થયા કરે છે તેમ સંસાર-વનમાં પાંચ આશ્રવોનો વરસાદ વરસે છે. નિરંતર વરસે છે, ઘનઘોર વરસે છે. અનંતા જીવો તેમાં ભીંજાઈ રહ્યા છે. આ વર્ષના ચોક્કસ દુષ્યભાવો પણ છે. સૌ પહેલા પાંચ આશ્રવના નામો જાણીએ.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ મિથ્યાત્વ :
મિથ્યાત્વના કારણે જીવ આત્મતત્ત્વને માનતો નથી. દેહ અને આત્મા અભિન્ન છે એમ માને છે. વાસ્તવિક વાતને પણ સ્વીકારવા તૈયાર નથી. દેવ, ગુરુ અને ધર્મને પણ વિપરિત બુદ્ધિથી દેખે છે. પરમાત્મ તત્ત્વ ઉપર શ્રદ્ધા જાગતી નથી.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પણ મિથ્યાત્વના જ ભેદો છે. મિથ્યાત્વના