________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
અથ શાજસુધારસ વિવેચન
नीरन्ध्रे भव कानने परिगलत् पञ्चाश्रवाम्भोधरे नानाकर्म लता वितानगहने मोहांधकारो रे भ्रान्ताना मिह देहिनां हितकृते कारुण्य पुण्यात्मभिः तीर्थेशैः प्रथितास्सुधारस किरो रम्या गिरः पान्तु वः ॥१॥
મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મ.સા. એ આત્મજ્ઞાનનો ખજાનો ખુલ્લો મૂકી દીધો છે. શાન્ત સુધારસ ગ્રન્થમાં......
જે અમૃતરસથી આત્મા શાન્ત-પ્રશાંત બને તેને શાન્તસુધારસ કહેવાય.
ગ્રન્થની અભૂત રચના કરી છે. ઉપા. વિનય વિ. મહારાજે... નામ રાખ્યું છે. શાન્ત સુધારસ...
શાન્તરસની સુરનદી જેમાં વહી રહી છે. આ મહાકાવ્યમાં શાન્તરસનો શીતળ અને મધુર પ્રવાહ વહી રહ્યો છે. આપણે એમાં સ્નાન કરવાની જરૂર છે.
સૂર્યના પ્રચંડ તાપથી બચવા માટે જેમ નદી કે તળાવમાં લોકો પડ્યા રહે છે બસ એજ પ્રમાણે સંતપ્ત મનને શાન્ત બનાવે છે આ શાન્ત સુધારસ. દરરોજ એમાં ડુબકી લગાવતા રહો.
શાન્તસુધારસના પ્રવચનો ખૂબ જ ગહન અને ગંભીર છે, જેમાં તત્ત્વજ્ઞાન પણ ભરપૂર છે. એક-એક વિષયનું મનન કરતા જઈએ એટલે આત્મામાં શાન્તરસ ઉઘડતો જાય.
ઉપાધ્યાય વિનય વિ.મ. ગ્રન્થની શરૂઆત કરે છે. મંગલાચરણથી...... મંગલાચરણમાં જણાવે છે જિનવાણીનો પ્રભાવ..... જિનવાણી જ સંસારના ભ્રમણને ટાળી શકે છે.
જે જેવું નથી તેને તેવું માનીએ છીએ આ છે ભ્રમણા. ઘણી-ઘણી ભ્રમણા માં સતત આપણે અટવાયા કરીએ છીએ. મુખ્યત્વે તો આ સંસાર આપણને મીઠો-મધુરો લાગે છે. સંસારને સ્વર્ગ માનીએ છીએ. સુખોમાં આનંદ અનુભવીએ છીએ. સંબંધોને કાયમી માનીએ છીએ. આ બધી ભ્રમણાઓ છે. ભ્રમણા એટલે અસત્ - જુઠ... જે નથી તે માનવું... જેમકે રણપ્રદેશમાં