________________
૧૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
હવે પછી થનારા જે ક્રિયમાણકર્મો તેમની સાથે જોડાવું નહિ. પ્રારબ્ધકર્મને–ફલ આપવા માટે પ્રવૃત્ત થયેલા સંસ્કારોને-ક્યાખશરીરમાં શરીરસ્થિતિપર્યત દ્રષ્ટા રહીને સમભાવે ભોગવવું. પ્રારબ્ધકર્મની સમાપ્તિ થયા પછી અન્ય શરીરની પ્રાપ્તિને કઈ હેતુ વિદ્યમાન ન હોવાથી પિતાના પરબ્રહ્મરૂપે સ્થિતિ કરવી. અહિં પરબ્રહ્મરૂપે સ્થિતિ કરવી
જોઈએ એવું વિધાન નથી, પણ તેમની પરબ્રહ્મરૂપે સ્થિતિ થાય છે એમ વસ્તુસ્થિતિનું માત્ર નિરૂપણજ છે. ૫.
ઉપરના પાંચ શ્લોકનું અધ્યયન કરવાથી તથા તેમાં ઉપદેશ ક કરેલી રીતે વર્તવાથી થનારા ફલને કહે છે –
यः श्लोकपञ्चकमिदं पठते मनुष्यः, सश्चिन्तयत्यनुदिनं स्थिरतामुपेत्य । तस्याशु संसृतिदवानलतीवघोर
तापः प्रशान्तिमुपयाति चितिप्रसादात् ॥ ६ ॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं
साधनपञ्चकस्तोत्रं संपूर्णम् ॥ જે મનુષ્ય આ પાંચ કલેકેનું અધ્યયન કરે છે, અને પ્રતિદિવસ સ્થિરતા રાખીને તેનું મનન ધ્યાન કરે છે, તેને સંસારરૂપ દાવાનલને તીવ્ર ને ભયંકર તાપ ચિતન્યના અનુગ્રહથી શીઘ અત્યંત શાંતિ પામે છે.
જે જિજ્ઞાસુ મનુષ્ય શ્રદ્ધાભક્તિપૂર્વક આ પાંચ કાનું શ્રેત્રિય ને બ્રહ્મનિષ્ઠ એવા સદ્ગુરુ પાસેથી અધ્યયન કરે છે, અને પિતાના અંત:કરણદિને સ્થિર રાખી નિત્યપ્રતિ ભાવપૂર્વક એકાંતમાં તેનું મનન તથા નિદિધ્યાસન કરે છે, તેના સંસારરૂપ વનના અગ્નિના તીખા ને