________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. હવે સંન્યાસ તથા ત્યાગનું સ્વરૂપ કહે છે – हठाभ्यासो हि संन्यासो नैव काषायवाससा । नाहं देहोऽहमात्मेति निश्चयो न्यासलक्षणम् ॥ १६ ॥
હઠાભ્યાસજ સંન્યાસ છે, ભગવાં વસ્ત્રવડે નહિ જ. હું દેહ નથી, આત્મા છું, એ નિશ્ચય તે ત્યાગનું સ્વરૂપ છે.
ઊર્ધ્વગતિવાળા પ્રાણ તથા અધોગતિવાળા અપાનને પ્રાણાયામવડે એકત્ર કરવાને અભ્યાસ કરવો ને દૃશ્યમાં રહેલો રાગ ત્યજ તેજ વાસ્તવિક સંન્યાસ છે, અંતઃકરણની યોગ્યતાવિના માત્ર ભગવાં વસ્ત્રા ધારણ કરી લેવાં તેવડે વાસ્તવિક સંન્યાસ થતો નથી જ. હું આ સ્થલશરીર નથી, પણ બ્રહ્મથી અભિન આત્મા છું, આ નિશ્ચય કરી દૃશ્યને મનમાંથી કાઢી નાંખવું તે વાસ્તવિક ત્યાગનું સ્વરૂપ છે. ૧૬.
દાન તથા વૈરાગ્યના અવધિનું લક્ષણ જણાવે છે – अभयं सर्वभूतानां दानमाहुर्मनीषिणः । निजानन्दे स्पृहा नान्यद्वैराग्यस्यावधिर्मतः ॥ १७ ॥
સર્વપ્રાણીઓને અભય આપવું તેને બુદ્ધિમાને દાન કહે છે, અને નિજાનંદમાં પૃહા, બીજામાં નહિ, તે વૈરાગ્યને અવધિ માને છે.
અભયરૂપ બ્રહ્મના ઉપદેશવડે અધિકારી સર્વપ્રાણીઓને અભયરૂપ બ્રહ્મમાં સ્થિર કરવા તેને બુદ્ધિમાનો વાસ્તવિક દાન કહે છે. અન્નાદિનું દાન તે ગાણ દાન છે. નિરુપાધિક, નિરવધિ ને સ્વાધીન આત્માનંદમાંજ માત્ર સ્પૃહા, પણ શબ્દાદિ વિષયો તથા તેનાં ઉપકરણમાં સ્પૃહા નહિ, તેને વિદ્વાનોએ વિરાગ્યનો છેડો માને છે. ૧૭.
હવે આત્મસાક્ષાત્કારનાં સમીપનાં ત્રણ સાધનો વર્ણવે છે – वेदान्तश्रवणं कुर्यात् मननं चोपपत्तिभिः । योगेनाभ्यसनं नित्यं ततो दर्शनमात्मनः ॥ १८॥